Himachal Pradesh

હિમાચલની એક માત્ર મહિલા ધારાસભ્ય,કોઇ અવાજ દબાવી શકશે નહીં ઃ રીના કશ્યપ

શિમલા
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચુંટણીમાં ફકત એક મહહિલા ચુંટાઇને વિધાનસભામાં પહોંચી છે.ભાજપની રીના કશ્યપએ પચ્છાદ બેઠક પરથી જીત હાંસલ કરી છે.તેમણે પોતાની જીતનો શ્રેય ભાજપ દ્વારા મહિલા સશક્તિકરણ નીતિઓને આપ્યો છે.તેમણે કહ્યું હતું કે તેમનું કામ હજુ શરૂ થયું છે પચ્છાદ બેઠક પ્રદેશની એકમાત્ર બેઠક હતી જયાં બે મહિલા ઉમેદવાર મેદાનમાં હતાં.રીનાએ કોંગ્રેસની ટિકિટ પરથી ચુંટણી લડી રહેલ પૂર્વ ભાજપના નેતા દયાલ પ્યારીને ૩,૮૫૭ મતોથી પરાજય આપ્યો હતો. ચુંટણી જીત્યા બાદ રીનાએ કહ્યું હતું કે મારૂ હંમેશાથી માનવું છે કે રાજનીતિમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. ભાજપ સરકારે ગત પાંચ વર્ષોમાં મહિલાઓ સાથે જાેડાયેલ અનેક યોજનાઓની બનાવી હતી જે જમીન પર પણ જાેવા મળી હતી આ ફકત મારા માટે નહીં પરંતુ મારા વિસ્તાર માટે પણ એક મહત્વપૂર્ણ જીત છે. એ યાદ રહે કે રાજયમાં કુલ ૨૭.૩૬ લાખ મહિલા મતદારોમાંથી ૨૧.૦૧ લાખે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો જે એક રેકોર્ડ છે.હિમાચલમાં પુરૂષોએ ૨૦.૨૦ લાખ મત નાખ્યાં કુલ ૨૪ મહિલા ઉમેદવારો મેદાનમાં હતાં પુરૂષોથી ભરેલી વિધાનસભામાં પોતાની હાજરીનો અહેસાસ કરાવવાના પડકારની બાબતમાં રીના કશ્યપે કહ્યું કે હું મારો અવાજ ઉઠાવીશ ગૃહમાં ભાજપના સભ્યો છે અને તેમનું સમર્થન રહેશે હું કોઇ વસ્તુથી ડરતી નથી મારો અવાજ કોઇ દબાવી શકે તેમ નથી

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *