અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનતા મારા મારીના ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા સૂચના આપેલ હોય, જે અન્વયે આવા પ્રકારના ગુનાઓ આચરી અને પોતાની ઘર પકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને પકડવા સારૂ શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલી નાઓએ સઘળા પ્રયત્નો કરવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય, જે અન્યવેં બાબરા પોલીસ સ્ટેશન
A પાર્ટ ગુ..૨,૧૧૧૯૩૦૦૮૨૨૦૯૩૫/૨૦૧૨ IPC કલમ- *
૩૫૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨)૧૧૪, ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો તા.૧૨/૧૨/૨૦૨૨ના રોજ રજ, થયેલ જેમા આ કામના ફરી. બહેનના પતિ મરણ જતા તેણે બીજા સાથે કોર્ટમાં લગ્ન કરેલ હોય તે બાબતેનુ મનદુખ રાખી ફરી તેના છોકરા લઇને ગળકોટડી ગામે જતા આ કામના ભોગબનનાર કરીયાદી ના નણંદ તથા દેરાણી તથા નણંદના પતિ તથા અન્ય એક મહીલા તારા પોતાના ભાઇના અવસાન બાદ બીજા લગ્ન કેમ કરેલ તે બાબતે ગાળો આપી તકરાર કરેલ તેમજ મહીલાને ઘસડીને ઘરના પીલોર પાસે લઇ જઇ બન્ને બાજુથી હાથ પકડી રાખી લાકડીના ત્રણ ચાર ઘા સાથળના ભાગે તથા ગુદ્દાના ભાગે મારી મુખ્ય ઇજા કરી તેમજ માથાના વાળ પકડી ધસડી કાતરથી કરી.ના માથાના વાળ કાપી નાખી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરવામા એકબીજાએ મદદગારી કરી મે અધિક જીલ્લા મેજી.સા અમરેલીના હથીચારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ હોય જે અંગેના ગુન્હામાં પ્રથમ ત્રણ મહીલા આરોપી તથા એક પુરૂષ આરોપી હોય અને સદર ગુન્હામાં સંડોવાયેલ અન્ય આરોપીઓ એક મહીલા આરોપી તથા આ બનાવનો વીડીયો બનાવનાર તથા માર મારવા ઉશ્કેરણી કરનાર આરોપીને પોતાના મોબાઇલ સાથે ગળકોટડી ગામ ના ક થી બાબરા પોલીસ ટીમ દ્વારા ઉપરોકત ગુન્હા કામે ધોરણસર અટક કરી, આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત
અગાઉ તા.૧૩/૧૨/૨૦૨૨ ના રોજ પકડાયેલ મહીલા આરોપીઓ –
(૧) ધુધાબેન વા/ઓ હીરજીભાઇ ઉર્ફે હીકાભાઇ બાલાભાઇ ખટાણા ઉ.વ.૩૫ ધંધો મજુરી રહે.ગળકોટડી તા.બાબરા જી.અમરેલી (૨) સોનલબેન ઉર્ફે કાદબેન વિજયભાઇ પોપટભાઇ વાઘેલા ઉ.વ. ૨૫ ધંધો મજુરી રહે.ગળકોટડી તા.બાબરા જી.અમરેલી
ગુન્હામાં સંડોવાયેલ અન્ય પકડાયેલ આરોપીઓ –
(1) દેવરાજભાઇ સવાભાઇ વાઘેલા ઉ.વ. ૨૦ ધંધો મજુરી રહે.કેશવાળા તા.ગોંડલ જી.રાજકોટ
(૨) લાખુબેન વા/ઓ બાલાભાઇ લવજીભાઇ ખટાણા ઉ.વ.૭૦ ધંધો મજુરી રહે.ગળકોટડી તા.બાબરા જી.અમરેલી
ગુન્હામાં પકડવાના બાકી આરોપીઓની વિગત:-
(૧) ઠીકાભાઇ બાલાભાઇ રહે.ગળકોટડી તા.બાબા જી.અમરેલી (૨) ચકુબેન મુન્નાભાઇ ચારોલીચા રહેજના પીપળીયા તા.જસદણ જી.રાજકોટ
ઉપરોકત કામગીરી બાબરા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.બી.પી.પરમાર તેમજ બાબરા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે,
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


