Gujarat

શ્રીમતી સ્વયં પ્રભાબહેન શાહ હાઈસ્કૂલ મહુધા ખાતે વિજ્ઞાન,ગણિત અને પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

નિસાર શેખ, મહુધા
શ્રીમતી સ્વયં પ્રભાબહેન શાહ હાઈસ્કૂલ મહુધા ખાતે જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર,ખેડા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન,ખેડા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી નડીઆદ,મૈત્રી શાળા વિકાસ સંકુલ શ્રીમતી સ્વયં પ્રભાબહેન શાહ હાઈસ્કૂલ,કન્યા વિદ્યાલય મહુધા નાં સયુંકત ઉપક્રમે વિજ્ઞાન,ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મૈત્રી શાળા વિકાસ સંકુલની 31 શાળાઓએ 33 કૃતિઓ વિવિધ વિભાગોમાં રજૂ કરી હતી.કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મહુધા કેળવણી મંડળનાં પ્રમુખ જીજ્ઞેશભાઈ.બી.પંડીત તથા અતિથિ વિશેષ તરીકે મહેશભાઇ.પી.પટેલ માનદ મંત્રી તથા કેમ્પસ ડાયરેકટર ડૉ.મહેશભાઈ.જી.પટેલ હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસ.એન.પંચાલ તથા ડૉ.કૌમુદીબેન ભારતીય તથા તેમના સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રદર્શન ભાવિ વૈજ્ઞાનિક તૈયાર કરવા અને બાળકો ગણિત,વિજ્ઞાન ક્ષેત્રે પોતાના મૌલિક વિચારો તથા સંશોધનો રજૂ કર્યાં હતાં આ પ્રસંગે 1200 થી વધુ બાળકોએ કૃતિઓ નિહાળી હતી.વિવિધ વિભાગના અધિકારી શ્રી ઓ જેમકે ડૉ.એમ.એ.શેખ ,નરેન્દ્રભાઈ પટેલ,મહેન્દ્રભાઈ ડાભી તથા વિવિધ સંસ્થાના આચાર્યો તેમજ શિક્ષકો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

IMG-20221214-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *