Gujarat

ઊનાના ખાપટ ગામે કુવા માંથી રસલવાયપર ઝેરી સાપનું રેશ્ક્યું..

ઊનાના ખાપટ ગામની સીમ વિસ્તારમાં ખેડૂતના ખેતરમાં આવેલ કુવામાં એક ઝેરી સાપ જોવા મળતા મહામુસીબતે આ સાપનું રેશ્ક્યું કરવામાં આવતા ખેડૂતે રાહતનો શ્વાસ લીધો હતો.

ખાપટ ગામની સીમ વિસ્તારમાં ખેડૂત પ્રવિણભાઇ વાઢેરની વાડીમાં આવેલ ઉંડા કુવામાં એક ઝેરી સાપ જોવા મળતા જેની જાણ ડો. દાફડાને કરતા તેવો ખાપટ ગામે પહોચી ગયેલ અને ઉંડા કુવામાં ઉતરી રસલવાયપર નામના ઝેરી સાપનું મહામુસીબતે રેશ્ક્યુ કરવામાં આવેલ અને જણાવેલ કે આ સાપ ઉંદરનો શિકાર કરે છે અને આ સાપ ખેડૂતનો મિત્ર છે જે ખેતીમાં દશ થી વીસ ટકા ઉત્પાદન વધારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *