Gujarat

સુરતના વરેલીમાં ગડ્ડી ચિટિંગ કરનાર બે યુવકોને ઝડપી પાડતી કડોદરા પોલીસ

બારડોલી
પલસાણા તાલુકાના વરેલી ગામે શાંતિ પેલેસમાં ભાડાના મકાનમાં રહેતા સુનીલ શીવકુમાર કુસ્વાહ ઉ.વ ૨૮ મુળ રહે ઉત્તરપ્રદેશ જેઓ ડ્રાઇવર તરીકે નોકરી કરી પરીવારનું ગુજરાન ચલાવતા હતા. દરમ્યાન ગત રોજ સુનીલભાઇ તેમના પગારના તેમજ તેમની બચતના ૨૦ હજાર રૂપીયા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં તેમની પત્નિના ખાતામાં જમા કરવા માટે ગયા હતા. ત્યારે બે અજાણ્યા ઇસમોએ આવી પોતાની માતા વતનમાં બીમાર છે. તેમજ બેંકમાં ખાતુ પણ નથી તેમ કહી ૧ લાખ રૂપીયાની ગડ્ડી રૂમાલમાં તેમજ પ્લાસ્ટીકની થેલીમાં છે. તેમ કહી બેંકમાં ખાતુ પણ ન હોવાનુ જણાવી સુનીલભાઇને વિશ્વાસમાં લઇ સુનીલકુમાર પાસેથી ૨૦ હજાર રૂપીયા લઇ બન્ને ગઠીયાઓ ૧ લાખનું કહી કાગળની ગડ્ડી સુનીલભાઇને આપી ત્યાંથી નાસી છુટ્યા હતા. આ અંગે પોલીસે ફરીયાદને આધારે તપાસ હાથ ધરી હતી. ત્યારે કડોદરા પોલીસને બાતમી મળી હતી કે કડોદરા ફેડરલ બેન્કની સામે હોવાની બાતમી આધારે કડોદરા પોલીસે નીતેશ ઉર્ફે જીતુ રાધેશ્યામ સોનકર ઉ.વ ૩૫ ૨હે શીવનગર પતરાની ચાલીમાં ઉધના નવાગામ તેમજ વિક્રમ ઉર્ફે ગોલુ સુનીલ મીશ્રા ઉ.વર્ષ ૨૨ ૨હે ડુગરા ભરતભાઇની ચાલ સેલવાસ દાદરાનગર હવેલી બન્ને મુળ રહે ઉત્તરપ્રદેશ જેઓને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી ૨૦૯૮૦ના મુદ્દામાલ સાથે કબ્જે કરી પોલીસે આગળની તજવીજ હાથ ધરીસુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વરેલી ગામના એક ઇસમ બેન્કમાં પૈસા જમા કરાવવા માટે ગયો ત્યારે બે અજાણ્યા ગઠીયાઓએ આવી તેને વિશ્વાસમાં લઇ પોતાની માતા ગામમાં બીમાર હોવાનુ જણાવી તેમજ પોતાની પાસે બેંકમાં ખાતુ ના હોવાનુ કહી વરેલીના ઇસમને એક લાખ રૂપીયા હોવાનુ કહી કાગળની ગડ્ડી પકડાવી તેની પાસેથી ૨૦ હજાર લઇ બે ઇસમો ભાગી ગયા હતા. ત્યારે પોલીસે બાતમી આધારે બન્ને ગઠીયાઓને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *