Gujarat

એસઓજીએ ખેતરમાંથી ૫૫૦ કિલો ગાંજાે પકડ્યો, ૫૪.૯૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

નડિયાદ
રાજ્યમાં અનેક જગ્યાએ ગાંજાની ખેતી અવારનવાર ઝડપાતી રહે છે. ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગૃપએ લાખોની કિંમતના ગાંજાના વેપલા પર તવાઈ બોલાવી હતી. કપડવંજના ભુતિયા તાબેના કૃપાજીના મુવાડા ગામની સીમમાં આવેલા ખેતરમાંથી એરંડા, તુવેર, કપાસના વાવેતરની આડમાં ગાંજાના છોડની ખેતીનું વાવેતર એસઓજીએ ઝડપાયું હતું. જેને લઈ સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. એસઓજીએ ૩૩૧ નંગ છોડ કે જેની કિંમત રૂપિયા ૫૪.૯૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી એક શખ્સને ઝડપ્યો હતો. આ પહેલા બાયડમાંથી અંદાજે ૫થી ૬ કરોડની કિંમતનો ૨૨૦૦ કિલોનો ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. ત્યારે ગુજરાતમાં ગાંજાની ખેતી સામાન્ય છે કે શું? તેવા સવાલો ઉઠી રહ્યા છે. એસઓજીએ ગામની સીમમાં દરોડો પાડી લીલા ગાંજાના ૩૩૧ નંગ છોડ કિંમત રૂપિયા ૫૪.૯૮ લાખના કબ્જે કરી વેપલા કરતા બે સગાભાઇ સામે નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણમાં બે સગાભાઈઓ પૈકી એક પોલીસના હાથે ઝડપાઇ ગયો છે તો અન્ય એક ફરાર છે. કપડવંજ તાલુકાના ભુતિયા તાબેના કૃપાજીના મુવાડા ગામે ગેરકાયદેસર ગાંજાની ખેતી થતી હોવાની ચોક્કસ બાતમી જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસને મળી હતી. જેના કારણે સવારે આ બાતમીના આધારે એસઓજી પોલીસે સરકારી અને ખાનગી વાહનોમાં બેસી બાતમી વાળી જગ્યાએ પહોંચી હતી. જ્યાં કૃપાજી મુવાડાની સીમમાં આવેલા માનસિંહ સોમાભાઈ ઝાલા અને શંકર સોમાભાઈ ઝાલાના ખેતરમાં તપાસ આદરી હતી. પોલીસે ખેતરમાંથી એરંડા, તુવેર, કપાસના વાવેતરની આડમાં ગાંજાના છોડ છુટાછવાયાં જાેયા હતા. જે બાબતે માનસિંહ સોમાભાઈ ઝાલાને સાથે રાખી ખેતરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન વનસ્પતિજન્ય માદક પદાર્થ છુટાછવાયાં ગાંજાના લીલા છોડ કુલ ૩૩૧ મળી આવ્યાં હતા. મોટી માત્રામાં ગાંજાે જાેઈ એસઓજી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ગાંજાના છોડને જમીનમાંથી ઉખાડી એફએસેલની હાજરીમાં વજન કરવામાં આવ્યું હતું. જેનું કુલ વજન ૫૪૯ કિલો જેની કુલ કિંમત રૂપિયા ૫૪ લાખ ૯૮ હજાર છે. પોલીસે આ ગાંજા પ્રકરણમાં બન્ને સગાભાઇઓ સામે નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ એક્ટ હેઠળ ગુનોં નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણમાં બે સગાભાઈઓ પૈકી એક માનસિંહ ઝાલા પોલીસના હાથે ઝડપાઇ ગયો છે તો અન્ય એક શંકર ઝાલા ફરાર છે. બે મહિના પહેલા ખેડા જિલ્લા અને મહીસાગર જિલ્લાની સરહદે આવેલા બાયડના વાઘવલ્લા ગામે ખેતરમાં પ્રતિબંધિત કેફી દ્રવ્ય ગાંજાની ખેતી થતી હોવાની બાતમી પોલીસને મળી હતી. તેના આધારે અરવલ્લી જિલ્લા એલસીબી, એસઓજી અને બાયડ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરતાં લગભગ પાંચ જેટલા ખેતરોમાં ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું. જેને લઈને આખા વાઘવલ્લા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જિલ્લાની મોટા ભાગની પોલીસ ઝડપાયેલા ગાંજાના ખેતર આસપાસ ખડકી દેવામાં આવી હતી. ૨૨૦૦ કિલો જેટલો ગાંજાે પકડાયો હતો. વાવેતર આટલું વધુ હોવાથી ગણતરી કરવામાં પણ વાર લાગી હતી.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *