Gujarat

સુરતમાં હાઈ પ્રોફાઈલ સ્ટાઈલ સાથે રિક્ષામાં બેસી પેસેન્જરો પાસેથી ચોરી કરતી ગેંગને પકડાતા અનેક ગુનાઓ ઉકેલાયા

સુરત
સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી પેસેન્જરોને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી મોબાઈલ તેમજ રોકડ રકમની ચોરી કરી લેતી ગેંગને રાંદેર પોલીસે ઝડપી પાડી છે. આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. તેમજ બે ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે. એટલુ જ નહી આરોપીઓએ આવી રીતે સુરત અને અંકલેશ્વરમાંથી ૩૦ જેટલા મોબાઈલ ફોનની ચોરી કરી હતી જે પૈકીના ૧૧ મોબાઈલ ફોન પણ પોલીસે રીકવર કર્યા છે. સુરત શહેરમાં રીક્ષામાં મુસાફરી કરતા લોકોના મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ ચોરી થવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. અને આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.ત્યારે રાંદેર પોલીસે આવી જ એક ગેંગને ઝડપી પાડી જેલભેગી કરી છે. રાંદેર પોલીસે બાતમીના આધારે સલાબતપુરા વિસ્તારમાં રહેતા અને રીક્ષા ડ્રાઈવર તરીકે કામ કરતા મુસ્તાક ખાન સલીમ ખાન પઠાણ, અમરોલી કોસાડ આવાસ પાસે રહેતા અનવર કાસમ શેખ અને ફૈયાઝ કયુમ શાને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી એક રીક્ષા, રોકડ રકમ તેમજ ૨ મોબાઈલ ફોન કબજે કર્યા હતા. આ ઉપરાંત પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા આરોપીઓએ આવી જ રીતે સુરત શહેર તેમજ અંકલેશ્વરના અલગ અલગ વિસ્તારોમાં ૩૦ જેટલા મોબાઈલ ફોનની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું જે પૈકીના ૧૧ મોબાઈલ ફોન રાંદેર પોલીસે રીકવર કર્યા છે. અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસે આરોપીઓ પાસેથી કુલ ૧.૮૧ લાખનો મુદામાલ કબજે કર્યો છે.તેમજ પોલીસ તપાસમાં રાંદેર તથા અડાજણ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીઓની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે આરોપી મુસ્તાકખાન પઠાણ રીક્ષા ચલાવતો હતો અને અનવર શેખ તથા ફૈયાઝ કયુમ રીક્ષામાં પાછળની સીટ પર બેસતા હતા અને હાઈ પ્રોફાઈલ જીવન જીવવા માટે આરોપીઓ શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરતા હતા. એકલ દોકલ ઉભેલા પેસેન્જરોને રીક્ષામાં બેસાડતા હતા. બાદમાં પેસેન્જરોને આગળ પાછળ ખસવાનું કહી તેમજ ભીસમાં લઇ પેસેન્જરોની નજર ચૂકવી મોબાઈલ તેમજ રોકડ રકમની ચોરી કરી લેતા હતા. બાદમાં આગળ પોલીસ ઉભી છે.તેમ કહી પેસેન્જરને અડધે રસ્તે ઉતારી ફરાર થઇ જતા હતા.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *