Gujarat

કલોલમાં ખાલી ઘરમાંથી તસ્કરો ઘરમાં ૪.૫૪ લાખની વસ્તુ અને રોકડની હાથ સાફ કરી ફરાર

કલોલ
કલોલ મોતીનગર સોસાયટીમાં રહેતા દિલીપ બાબુભાઈ તેલી જેવો કલોલમાં ચંદ્રવિલાસ નામથી પાવભાજીની દૂકાન ચલાવીને ગુજરાન ચલાવે છે. જેઓ રાજસ્થાન ખાતે મોટાભાઈની દીકરીના લગ્નમાં હાજરી આપવા માટે ગયા હતા. તે સમયે કોઈ અજાણ્યો ચોર ૪ લાખ ૫૪ હજારની મતદાની ચોરી કરી રફૂચક્કર થઈ ગયો હતો. કલોલ મોતીનગર સોસાયટીમાં રહેતા દિલીપ બાબુભાઈ તેલી જેવો કલોલમાં ચંદ્રવિલાસ પાઉંભાજી નામની દૂકાન ચલાવીને ગુજરાન ચલાવે છે. તેઓ ઉદયપુર ખાતે ભીંડરમાં મોટાભાઈની દીકરીના લગ્ન હોવાથી પરિવારના સભ્યો સહિત આશરે ૧૫ દિવસ અગાઉ પોતાના વતન પહોંચી ગયા હતા. જ્યારે લગ્ન ૮ તારીખના હોવાથી દિલીપભાઈ પોતે ઉપરોક્ત મકાનમાં મુખ્ય દરવાજાે લોક કરી જેની ચાવી મકાનની દેખભાળ રાખનાર દુકાનના કારીગર ભેરુ નારુજી રાવતને આપી કહ્યું હતું કે હું ઉદયપુર જવા માટે નીકળું છું. ૭/૧૨/૨૦૨૨ના રોજ સવારના દુકાનના કારીગરનો દિલીપભાઈ ઉપર ફોન આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, તમારા ઘરના બગીચામાં પાણી છાંટવા માટે ગયો હતો. ત્યારે મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં હતો અને મકાનનો દરવાજાે ખુલ્લો હતો. અંદર જઈ તપાસ કરતા ઘરમાં સામાન વેર વિખેર હાલતમાં પડેલો હતો જેથી ચોરી થઈ હોય તેવું જણાઈ આવે છે. દિલીપભાઈએ કારીગરને ૧૦૦ નંબર ઉપર ફોન કરી પોલીસને જાણ કરવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ કલોલ પોલીસે ઘરે આવીને તપાસ કરી, પરંતુ દિલીપભાઈ રાજસ્થાન ખાતે હોવાથી ઘરમાંથી શું શું ચોરાઈ ગયું.. તેની જાણ તેમના આવ્યા પછી ખબર પડે તેમ હતી. દિલીપભાઈ તેમજ બંને બહેનો લગ્ન પુરા કરી પરત ફર્યા હતા. ત્યારે દુકાનના કારીગર ભેરુનાથ રાવતને સાથે રાખી મકાનમાં તપાસ કરવાથી જાણવા મળ્યું કે, રૂમની અંદર લોખંડની પેટીમાં રાખેલા સોનાના દાગીના જેમાં સોનાનું મંગલસુત્ર, સોનાની એક ચેન પેન્ડલ સાથે, સોનાની શેરકાનવાળી કાનની બુટ્ટીઓ, એક સોનાની વીંટી, અડધા તોલાનું સોનાનું મંગલસુત્ર, ચાંદીની અઢીસો ગ્રામની બે જાેડી પાયલ, ચાંદીની ૫૦૦ ગ્રામની ત્રણ જાેડી પાયલ, એક ચાંદીનો જુડો, તેમજ રોકડ રકમ ૧,૦૦,૦૦૦ તેમ કુલ મળીને રૂ. ૪ લાખ ૫૪ હજારની ચોરી થયાનું માલુમ પડ્યું. જેની દિલીપભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *