Gujarat

પિપળાતા મુકામે પ્રાથમિક શાળા માં વ્યસન મુક્તિ  અવેરનેસ કાર્યક્રમ – યોજાયો.           

રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
નશાબંધી મંડળ, ગુજરાત સંચાલિત નવપ્રભાત વ્યસન મુક્તિ કેન્દ્ર, મહુધા તેમજ શહેર નિયોજક ( નડીઆદ )ના સંયુકત  ઉપક્રમે મોજે પિપળાતા તા. નડિઆદ મુકામે  વ્યસન મુક્તિ અવેરનેસ કાર્યક્રમ નુ પ્રાથમિક શાળાના પટાંગણ  આયોજન કરવામા આવ્યુ હતુ
         કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ અને ભાતીગઢ પરંપરા મુજબ પ્રાથમિક શાળાના બાળકો દ્વારાસમુહ સ્વરમાં પ્રાર્થનાથી શરૂ કરેલ પ્રાર્થના ની સાથો સાથ “  વૈષણવ વજન તો તેને કહિએ”….  તે ભજનથી પુ.ગાંધી વંન્દના કરવામા આવેલ બાદમાં  પધારેલ મહેમાનશ્રીઓનો પરીચય આપી ફુલની કલગી થી સ્વાગત કરવામાં આવેલ
         આ પ્રસંગે નશાબંધી મંડળ, ગુજરાત ના  શહેર નિયોજક ( નડીઆદ )   મનોજ રાવે  જીવનમાં નશાના  કારણે વ્યસન પોતાને જ નહી પરતું તેના સમ્રગ પરિવાર ને તકલીફ અને નુકશાન પહોચાડે છે, જેમ કે તેના પરીવારના સભ્યોને  આર્થિક પાયમાલી તથા શારીરિક-માનસિક નુકશાન કરે છે ખાસ તમાકુ ના વ્યસનના કારણે થતા વિવિધ રોગો વિષૅ ની માહિતીથી બાળકો ને અવગત કરેલ સાથે તમાકુ ના વ્યસન થી દુર રહેવાની ટિપ્સ આપેલ. આ સમજ વચ્ચે નવપ્રભાત વ્યસન મુક્તિ કેન્દ્ર, મહુધા કાઉંનસેલર હેતલબેન પરમાર તેમજ દક્ષાબેન મકવાણા  દ્વારા  “નશો નોતરે નાશ” “નશો નાશનું મૂળ છે” જેવા સુંદર અને મર્મ શૈલીથી બાળકો ને સમજ આપેલ વધુ માં શ્રી સંજયભાઇ રોહિત પ્રો.ડાયરેક્ટર, નવપ્રભાત વ્યસન મુક્તિ કેન્દ્ર, મહુધા ના ઓ એ  જે કોઈપણ  સગાસબંધીઓ, માતા-પિતા, કે પછી પોતે તથા મિત્રો જો વ્યસનની લત સાથે સંકડાયેલ હોઇ તો નશાબંધી મંડળ ગુજરાત સંચાલિત નવપ્રભાત વ્યસન મુક્તિ કેન્દ્ર મહુધા ખાતે આવેલ છે જેનો સંપર્ક કરવો તેવું જણાવવામાં આવેલ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વને સામુહિક વ્યસનમુક્તિની પ્રતિજ્ઞા લેવડાવામાં આવેલ અને આજીવન નશાથી દુર રહી સ્વસ્થ યુવા, સમાજ રાજય અને દેશને વ્યસન મુક્ત રહેવાનો સંદેશ માટે સંકલ્પ લેવડાવવામા આવ્યો હ્તો સાથે વ્યસન મુક્તી ના સાહિત્ય વિતરણ  કરવામાં આવેલ..   સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવેશકુમાર પટેલ આચાર્ય, પ્રાથમિક શાળા- પિપળાતા ધ્‍વારા કરવામાં આવેલ હ્તુ.

IMG-20221215-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *