રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કપડવંજ તાલુકાના આતરસુંબા ગામે રાષ્ટ્રીય ઉર્જા બચત દિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે આતરસુંબાના પૂર્વ સરપંચ રાજેશભાઈ શર્માએ આધુનિક યુગમાં કુદરતી ઉર્જા પેદાશોના કરકસર યુક્ત ઉપયોગ ઉપર ભાર મુકી ભારત સરકાર તથા ગુજરાત સરકારની જનકલ્યાણકારી અનેકવિધ યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યાની ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે કપડવંજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મૂળરાજસિંહ સોલંકી અને ખેડા જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી અને આતરસુંબાના પૂર્વ સરપંચ રીનાબેન રાજેશભાઈ શર્માએ પણ પ્રાસંગિગ ઉદબોધન કરી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની જનસુખાકારી યોજનાઓ અને રાજ્ય સરકારની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી..
નાગણેશ્વરી કૃપા ગેસ એજન્સી કપડવંજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગેસ એજન્સીના સંચાલક રાજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા ઉર્જા બચત અગેની વિસ્તૃત સમજણ સાથે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહીત રાજ્ય સરકારની વર્ષમાં બે રીફીલ ફ્રી આપવાની યોજના સહીતની અનેકવિધ યોજનાઓની ઉપયોગી માહિતી આપી હતી.
આ પ્રસંગે આતરસુંબાના પ્રધાનમંત્રી ઉજજવલા યોજના અંતર્ગત મફત ગેસ જોડાણ મેળવનાર લાભાર્થી બહેનો ખૂબ મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા.