ગુજરાતના યુવાનોનું સંરક્ષણદળોમાં પ્રતિનિધિત્વ વધે તે હેતુથી રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા ૧૫ દિવસીય બિનનિવાસી તાલીમ યોજના અમલમાં છે. જે અન્વયે તા.૨૦-૧૦-૨૦૨૨થી ૧૨-૧૧-૨૦૨૨ દરમિયાન રાજકોટ ખાતે યોજાયેલ આર્મીરેલીમાં એડમિટ કાર્ડ મેળવેલ જામનગર અને દેવભૂમિ દ્વારા જિલ્લાના ઉમેદવારો માટે ૧૫ દિવસીય પરીક્ષાલક્ષી બિનનિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે. આ નિઃશુલ્ક બિનનિવાસી તાલીમમાં જોડાવવા ઇચ્છુક ઉમેદવારોએ અરજી પત્રકો મદદનીશ નિયામક રોજગારની કચેરી, આઇ. ટી. આઈ કેમ્પસ, જામનગર ખાતેથી વહેલી તકે મેળવી ૨૩-૧૨-૨૦૨૨ સુધીમાં જમા કારવવાના રહેશે તેમ મદદનીશ નિયામક (રોજગાર) ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
