Gujarat

બનાસકાંઠા જિલ્લાના મોરિયા ખાતે પી જી દોશી હાઈ સ્કૂલમાં બે દિવસીય એસ.વી.એસ કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના મોરિયા ખાતે આવેલ પી જી દોશી હાઈ સ્કૂલમાં બે દિવસીય એસ.વી.એસ કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમાં જિલ્લા ડીઈઓ નરેન્દ્રસિંહ ચાવડા સહીત ટ્રસ્ટી સ્કૂલ સ્ટાફ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. પી જી દોશી હાઈસ્કૂલ મોરિયા ખાતે ૨ દિવસનું એસ.વી.એસ કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમાં ગણિત વિજ્ઞાન મેળામાં અંદાજે ૪૭ થી વધુ અલગ અલગ શાળાઓએ ભાગ લીધો હતો. બનાસકાંઠા જિલ્લા ડીઈઓ નરેન્દ્રસિંહ ચાવડાના હસ્તે વિજ્ઞાનમેળાનું પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના ગીત તથા સ્વાગત ગીતથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ડીઈઓ નરેન્દ્રસિંહ ચાવડા, ઉમેશભાઈ પટેલ, સેવંતીભાઈ પી. દોશી પ્રમુખ, ડોક્ટર જગદીશ એફ ઠાકોર પી.એલ.બારડ, રાજેશભાઈ દેસાઈ, શામળભાઈ પ્રજાપતિ તથા ટ્રસ્ટીઓ દાતાઓનું શાબ્દિક તથા શાલ બુકેથી શાળાના આચાર્ય ટ્રસ્ટીગણ તથા સ્ટાફ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ગણિત વિજ્ઞાન મેળામાં ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિજ્ઞાન મેળાના પ્રદર્શનમાં અલગ અલગ સ્કૂલો દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિજ્ઞાન મેળાને નિહાળવા માટે આજુબાજુના વિસ્તારની પ્રાથમિક શાળાના બાળકો મોટી સંખ્યામાં પહોંચી કાર્યક્રમ નિહાળ્યો હતો.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *