આજ રોજ તારીખ ૧૮/૧૧/૨૦૨૨ને રવિવાર શ્રી સદ્દગૂરૂ શ્રીકબીર સાહેબ સેવા ટૄસ્ટ અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખોના રોગથી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ની અંદર ઓ પી ડીમાં ૧૫૩ દદીઁઓએ લાભ લીધો હતો. અને તેમજ મોતિયાના ઓપરેશન ૩૫ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પનું દિપ પ્રાગટય કબીર ટેકરી આશ્રમ પ.પૂ. મહંત શ્રી નારાણદાસ સાહેબ તથા લાયન્સ કલબ ઓફ અમરેલી સિટીમાંથી લાયન્સ પ્રમુખ ભુપતભાઇ ભુવા સાહસભાઈ ઉપાધ્યાય વિનુભાઈ દર્શનભાઈ તથા બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટના વિશાલભાઇ વ્યાસ, જિતેનભાઇ હેલૈયા, ચીમનનાથજી મેહુલભાઈ ત્રિવેદી. કિતિઁભાઇ ભટ્ટ, નિલેષભાઈ ભીલ, હીંમતભાઈ કાછીડીયા કબીર સ્વયંમ સેવક યસ ગોસ્વામી સારાંશ હીહોરી પ્રકાશ બાંભણીયા સરવૈયા દેવ વિપુલ મહંતો વિશાલ મહંતો કબીરટેકરી સાવરકુંડલા વગેરેએ સેવા આપી હતી…

આજ રોજ તારીખ ૧૮/૧૧/૨૦૨૨ને રવિવાર શ્રી સદ્દગૂરૂ શ્રીકબીર સાહેબ સેવા ટૄસ્ટ અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી
સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)

