Gujarat

છોટાઉદેપુર જિલ્લા નાં કવાંટ તાલુકાના હમીરપુરા ખાતે યોજાનાર આદિવાસી એકતા પરિષદ નાં સાંસ્કૃતિક એકતા મહાસંમેલન માટે ની તૈયારી ઓ નાં ભાગરૂપે બે દિવસીય બેઠક સંપન્ન .  

૧૩/૧૪/૧૪ જાન્યુઆરી ૨૦૨૩ નાં છોટાઉદેપુર જિલ્લા નાં કવાંટ તાલુકાના હમીરપુરા ખાતે યોજાનાર આદિવાસી એકતા પરિષદ નાં સાંસ્કૃતિક એકતા મહાસંમેલન માટે ની તૈયારી ઓ નાં ભાગરૂપે ૧૭/૧૮ ડિસેમ્બર એમ બે દિવસીય બેઠક નું મહાસંમેલન જે સ્થળે યોજાનાર છે તે જગ્યાએ હમીરપુરા ખાતે બેઠક યોજાઇ હતી જેમાં રાજસ્થાન,મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ,દાદરા નગર હવેલી,સહિત છોટાઉદેપુર જિલ્લા ઉપરાંત ગુજરાત ભરમાંથી  આદિવાસી એકતા પરિષદ નાં સક્રિય કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં સાંસ્કૃતિક એકતા મહાસંમેલન ને સંપૂર્ણ રીતે સફળ બનાવવા માટે જરૂરી ચર્ચાઓ થઈ હતી તેમજ આદિવાસી એકતા પરિષદ નાં મહાસચિવ અશોકભાઈ ચૌધરી એ પત્રકાર પરિષદ યોજી ને યોજાનાર આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન ની તૈયારી ઓ તેમજ કાર્યક્રમ ની રૂપરેખા જણાવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221218-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *