Gujarat

નવાબંદર ગામે જેટી બનવા પહેલા શું કોઈનું જીવ લેશે ?

ડમ્પરમાં મોટા મોટા પથ્થર ભરી ખુલ્લા ફાટક રાખી લોકોની જિંદગી સામે મોત બની ઝઝૂમી રહ્યા+ છે.

શું કોઈ પગલાં લેવાશે કે…!

 

ઉનાના નવાબંદર ગામે છેલ્લા એક વર્ષથી જેટીનું કામ પુરઝોશમાં ચાલી રહ્યું છે. જે દરિયામાં ભરતી કરવા માટે નવાબંદર નજીકના ખારા વિસ્તારમાં મશીનરી દ્વારા ભરતીનું સામાન બની રહ્યું છે તેમાં કોન્ટ્રાક્ટર દ્વારા બહાર ગામથી મોટા મોટા પથ્થરો સહિતનો માલસામાન હેવી ડમ્પરમાં મંગાવવામા આવતો હોય છે. આવા ડમ્પર આજે વહેલી સવારે દેલવાડા ગામે થી પસાર થતાં સીમર ચોકડી નજીક રહેણાંક વિસ્તાર પાસે પથ્થરો ભરેલા ડમ્પર માંથી એક મોટો પથ્થર રોડ પર પડતા સદનસીબે વાહન ચાલકનો આબાદ બચાવ થયો હતો. અને રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. અને ટ્રક ચાલકને બુમાબુમ કરતા ટ્રક ચાલક જોયા વગર નાશી છુઠ્યો હતો. ત્યાર બાદ રહેણાંક વિસ્તાર માંથી ચાર યુવાનો એ રોડ પરથી મોટો પથ્થરને સાઈડમાં હટાવવામાં આવેલ હતો. જેથી વાહન ચાલકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો…..

 

-જેટી-બનવા-પહેલા-શું-કોઈનું-જીવ-લેશે-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *