Gujarat

કેશોદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી

કેશોદના સ્ટેશન રોડ પર આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે આઝાદ કલબનાં મેદાનમાં કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા કબડ્ડી સ્પર્ધા બે વિભાગમાં યોજવામાં આવી હતી કેશોદ શહેર ઉપરાંત આસપાસના માંગરોળ માળિયા હાટીના માધવપુર સહિતના ગ્રામ્ય વિસ્તારના યુવાનો દ્વારા કબડ્ડી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ આયોજિત કબડ્ડી સ્પર્ધામાં દાતાઓ નગરશ્રેષ્ઠીઓ અને જીલ્લા કક્ષાનાં વિશ્વ હિન્દુ પરિષદનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં કેશોદના રમતપ્રેમીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યાં હતાં કેશોદ વિશ્વ હિન્દુ પરિષદનાં પ્રમુખ વિશાલભાઈ સોલંકી અને તાલુકા પ્રમુખ લખનભાઈ કામરીયા પિયુષભાઈ કરમટા હર્ષભાઈ વિઠ્ઠલાણી મેહુલભાઈ ગોંડલીયા મહેન્દ્રભાઈ દયાતર સહિતના હોદ્દેદારો અને કાર્યકરોએ કબડ્ડી સ્પર્ધાને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. કેશોદનાં જુદી જુદી શાળાનાં રમતગમતનાં નિપુણ શિક્ષકો દ્વારા સેવા આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. હમીરસિંહ વાળાએ કર્યુ હતું
અહેવાલ નરેશ રાવલીયા કેશોદ

IMG-20221218-WA0257.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *