નવીદિલ્હી
ઈસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ચાલી રહી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા હતા. આ બેઠકમાં પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને સિક્કિમના મુખ્યમંત્રીઓ અથવા તેમના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો છે. આ બેઠકમાં બીએસએફના અધિકારીઓ પણ હાજર છે. બેઠકમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને બીએસએફના અધિકારીઓ વચ્ચે સીમા સુરક્ષાના મુદ્દે ચર્ચા થઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરીમાં મમતા બેનર્જી અને બીએસએફ અધિકારીઓ વચ્ચે આ મુદ્દે ચર્ચા થઈ હતી. પૂર્વીય ઝોનમાં આવતા રાજ્યોમાં, બંગાળ એકમાત્ર રાજ્ય છે જેની સરહદ બાંગ્લાદેશને મળે છે. બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળમાં મોટા પાયે ઘૂસણખોરી થાય છે. કેન્દ્ર સરકાર તરફથી ઘૂસણખોરી રોકવા માટે મ્જીહ્લની ત્રિજ્યા વધારીને ૧૫ કિમીથી ૫૦ કિ.મી કરવામાં આવી છે. આ બીએસએફને વધુ શક્તિ આપે છે. સીએમ મમતાને આની સામે વાંધો છે. નવા કાયદા હેઠળ કેન્દ્ર સરકારે મ્જીહ્લને આંતરરાષ્ટ્રીય બોર્ડરથી ૫૦ કિલોમીટર સુધીના વિસ્તારમાં કાર્યવાહી કરવાની સત્તા આપી છે. આ માટે મેજિસ્ટ્રેટના આદેશ કે વોરંટની જરૂર રહેશે નહીં. અગાઉ મ્જીહ્લ ૧૫ કિમીની અંદર જ કાર્યવાહી કરી શકતું હતું. મમતા આ બદલાવથી નારાજ છે. તેમનું કહેવું છે કે આના કારણે સામાન્ય લોકો પરેશાન થઈ રહ્યા છે. મ્જીહ્લ પાસે વધુ શક્તિ છે, જે લોકો અને અધિકારીઓ વચ્ચે તાલમેલ નથી થવા દેતી. મમતાએ મે,૨૦૨૨માં કહ્યું હતું કે મ્જીહ્લના જવાનો ગામડાંઓમાં ઘૂસીને લોકોને મારી રહ્યા છે અને બીજી બાજુ બાંગ્લાદેશમાં ફેંકી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે મ્જીહ્લ, જે કેન્દ્ર સરકાર હેઠળ આવે છે, આંતરરાષ્ટ્રીય સરહદ પાર ગાયોની દાણચોરી કરાવે છે અને લોકોની હત્યા કરીને તેમના મૃતદેહો બાંગ્લાદેશમાં ફેંકી દે છે, પરંતુ તેનો આરોપ બંગાળ પોલીસ પર આવે છે. એટલા માટે મેં રાજ્યની પોલીસને બીએસએફને રોકવા માટે કહ્યું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં, મ્જીહ્લ એક્ટમાં સુધારો કરીને, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પાકિસ્તાન અને બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (મ્જીહ્લ)ના અધિકારક્ષેત્રને વિસ્તાર્યો હતો. આ પછી, મ્જીહ્લ અધિકારીઓને પશ્ચિમ બંગાળ, પંજાબ અને આસામમાં દેશની સરહદથી ૫૦ કિલોમીટર સુધી શોધ, ધરપકડ અને જપ્ત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ર્નિણયથી પંજાબમાં રાજકીય વિવાદ સર્જાયો હતો. પંજાબમાં, સ્થાનિક પોલીસ બીએસએફને કોઈપણ કાર્યવાહીમાં મદદ કરતી હતી. કોંગ્રેસ અને અકાલી દળે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. પંજાબના તત્કાલિન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ તેને રાજ્યની સત્તા પર હુમલો ગણાવ્યો હતો. મ્જીહ્લ એક્ટ ૧૯૬૮ની કલમ ૧૩૯ (૧) હેઠળની જાેગવાઈઓના આધારે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ર્નિણયની અસર ૧૨ રાજ્યો ગુજરાત, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આસામ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડને લાગૂ પડે છે. અને મેઘાલય, જમ્મુ અને કાશ્મીરનો કેન્દ્રશાસિત પ્રદેશ અને લદ્દાખમાં થઈ હતી.


