હરિદ્વારમાં કથા અને યાત્રા કરવા માટે ગયેલા સુરેન્દ્રનગર ના યાત્રીઅો લોક ડાઉનને કારણે ફસાયા હતા. તેમને વતન પરત લાવવા માટે સુરેન્દ્રનગર ના વતની અને જયપુર ગુજરાતી સમાજના પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલે હરિદ્વાર ગુજરાતી સમાજ નો સંપર્ક કરી આપણા યાત્રીઅોને પરત લાવવા માટે પત્રવ્યવહાર કર્યો હતો. ઉપરાંત ત્યાના કલેક્ટર સાહેબ નો પણ ટેલિફોનીક સંપર્ક કર્યો હતો. ચંદ્રેશભાઇ પટેલ,અેન આરજી ફાઉન્ડેશન ના મંત્રી શ્રી પ્રદિપસિહ જાડેજા સાહૅબ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહૅબ વિસ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી.કે. પટેલ સાહેબ, સુરેન્દ્રનગર નાં સાંસદ ડો. મુંજપરા સાહેબ અને કેન્દ્ર સરકાર સહિતના સહિયારા પ્રયાસથી ૮૦ યાત્રીઅોની ૨ બસ હરિદ્વાર થી રવાના થઇને શુક્રવારે બપોરે જયપુર પહોચી હતી. જયા તમામ યાત્રાળુઅોને જયપુર ગુજરાતી સમાજ દ્રારા ભોજન પાણી ની પણ વ્યવસ્થા કરી હતી. શનિવાર સુધીમાં આપણા યાત્રીઅો પોતાના વતન હેમખેમ પહોચી ગયા છે બાદ
સૌ પ્રથમ વઢવાણ સરકારી દવાખાને ઉતારી બધા ની આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરી ઘરે જવા દેવામાં આવશે
યજ્ઞેશ ગોસ્વામી
સુરેન્દ્રનગર