ગીર સોમનાથ
ગીર સોમનાથના ઉનાના લામધાર ગામે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે વ્યક્તિઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતક બે વ્યક્તિઓમાં એક ઉનાના ખાણ ગામનો વતની અને એક દેલવાડા ગામનો હતો. કારચાલક પોતાનો કાબુ ગુમાવતા કાર બેઠા નાળા સાથે અથડાઈ હતી, ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોચીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં કારનો આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો છે, જ્યારે કાર ધડાકાભેર નાળા સાથે અથડતાં બે લોકોના મોત નિપજ્યાં હતાં. સુરતના ભેસ્તાનમાં સીટી બસની ટક્કરે મ્ઇ્જી રૂટ ક્રોસ કરતા યુવકનું મોત થયું છે. સાથે રોડ ક્રોસ કરતો અન્ય યુવકનો માંડમાંડ જીવ બચ્યો છે. યુવકે બસને અટકાવવા માટે હાથ ઊંચો કર્યો છતાં ચાલકે બ્રેક ન મારી સીધો ધસી આવતા યુવકનું કરૂણ મોત થયું છે. જેને પગલે રોષે ભરાયેલા લોકોના ટોળાંએ બસમાં ભારે તોડફોડ કરી હતી. પાંડેસરા પોલીસે બસચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
