મુંબઈ
ગ્રૂપમાં સૌથી નીચેના ક્રમે રહેલી બાર્સેલોના હવે ૨૦૦૦-૦૧ બાદ પ્રથમ વખત નોકઆઉટ તબક્કામાંથી બહાર થવાના આરે આવી ગઈ છે. બેનફિકા માટે ર્ડાવિન નુનેઝે બેતથા રફા સિલ્વાએ એક ગોલ નોંધાવ્યો હતો. બાર્સેલોના સામે બેનફિકાએ ૬૦ વર્ષના લાંબા ગાળા બાદ પ્રથમ વખત વિજય મેળવ્યો છે. બાર્સેલોનાનો આગામી મુકાબલો ડાયનેમો કિવ સામે થશે. બે દશકામાં પ્રથમ વખત મેસ્સી વિના રમી રહેલી બાર્સેલોનાએ તમામ ફૂટબોલ લીગની છેલ્લી પાંચ મેચમાં ચાર પરાજય મેળવ્યા છે. અન્ય એક મેચમાં રોબર્ટ લેવાન્ડોવસ્કીના બે ગોલની મદદથી બાયર્ન મ્યૂનિચે યુક્રેનની ક્લબ ડાયનેમો કિવને ૫-૦થી પરાજય આપ્યો હતો. લેવાન્ડોવસ્કી નવ મેચમાં ૧૩ ગોલ કરી ચૂક્યો છે. બાયર્ન ક્લબે પ્રથમ મેચમાં બાર્સેલોનાને ૩-૦થી પરાજય આપ્યો હતો. ૨૦૧૯ના ડિસેમ્બર બાદ બાયર્ન મ્યૂનિચની ટીમ પ્રથમ વખત પોતાના હોમગ્રાઉન્ડમાં રમી હતી. સ્ટાર સ્ટ્રાઇકર લાયોનલ મેસ્સીથી વિખૂટા પડયા બાદ બાર્સેલોનાની સ્થિતિ કફોડી થઈ ગઈ છે અને તેને ચેમ્પિયન્સ લીગ ફૂટબોલમાં સતત બીજા પરાજયનો સામનો કરવો પડયો હતો. પ્રથમ મેચમાં બાયર્ન મ્યૂનિચે ૩-૦થી હરાવ્યું હતું. બેનફિકાએ તેને ફરીથી ૩-૦ના ર્માજિનથી પરાજય આપીને અપસેટ સર્જ્યો હતો.