Delhi

દિવાલો પર પેશાબ કરતા રોકવા દેવી-દેવતાઓના ચિત્રો ચોંટાડવાની પ્રથાને રોકવાની માંગની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી

નવીદિલ્હી
દિલ્હી હાઈકોર્ટે સોમવારે જાહેર સ્થળોએ લોકોને પેશાબ કરવા, થૂંકવા અથવા કચરો ફેંકવાથી રોકવા માટે દિવાલો પર દેવી-દેવતાઓના ચિત્રો ચોંટાડવાની પ્રથાને રોકવાની માંગ કરતી ઁૈંન્ને ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની બેન્ચે આ અરજી ફગાવી દીધી હતી. બેન્ચે અગાઉ દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે એ એક સામાન્ય બાબત બની ગઈ છે કે લોકોને પેશાબ કરવા, થૂંકવા અને કચરો ફેંકવાથી રોકવા માટે દેવી-દેવતાઓની તસવીરો દિવાલ પર લગાવવામાં આવે છે. તે સમાજ માટે ગંભીર ખતરો છે, કારણ કે આ છબીઓ મૂકવી એ તે પ્રવૃત્તિઓને રોકવાની ગેરંટી નથી, બલ્કે લોકો જાહેરમાં આ પવિત્ર છબીઓ પર પેશાબ કરે છે અથવા થૂંકતા હોય છે. પિટિશનર અને એડવોકેટ ગૌરાંગ ગુપ્તાએ કહ્યું, “તે પવિત્ર ચિત્રોની પવિત્રતાનું ઉલ્લંઘન કરે છે. ડરનો ઉપયોગ લોકોને પેશાબ અથવા થૂંકવાથી રોકવા માટે થાય છે. કોઈના ધર્મમાં શ્રદ્ધાથી જન્મેલી ભક્તિની ભાવના અને તેનું પાલન કરવાની સ્વતંત્રતાને ધ્યાનમાં રાખીને આવા કૃત્યોને મંજૂરી આપી શકાતી નથી. કહેવામાં આવ્યું છે કે લોકોને જાહેર સ્થળોએ પેશાબ કરવા, થૂંકવા અથવા કચરો ફેંકવાથી રોકવા માટે દિવાલ પર પવિત્ર છબીઓ સ્થાપિત કરવી એ ભારતીય દંડ સંહિતાની કલમ- ૨૯૫ અને ૨૯૫છનું ઉલ્લંઘન છે, કારણ કે તે સામાન્ય જનતાની ભાવનાઓને ઠેસ પહોંચી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે હાઈકોર્ટે અગાઉના એક કેસમાં ખુલ્લામાં પેશાબની સમસ્યાનો સ્વીકાર કર્યો હતો અને તેના આદેશમાં કહ્યું હતું કે, દિવાલો પર દેવી-દેવતાઓની તસવીરો ચોંટાડવાની પ્રથાને કારણે લોકોને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *