મુંબઈ
ટોક્યોમાં પોતાની ટીમ સાથે પોડિયમ ઉપર ઊભા રહેવાનો અનુભવ હું ક્યારેય ભૂલી શકું તેમ નથી. યુવા તથા પ્રતિભાશાળી ખેલાડીઓ માટે મારું સ્થાન ખાલી કરવાનો સમય પાકી ગયો છે. છેલ્લા ૧૩ વર્ષથી ભારતીય હોકી ટીમ માટે રમીને મેં જે આનંદ માણ્યો છે તે હવે મારે યુવાઓને પણ આપવો છે. ટોક્યો ગેમ્સના બ્રોન્ઝ મેડલ મુકાબલામાં ભારતે જર્મનીને ૫-૪થી પરાજય આપ્યો હતો. આ મેચમાં રુપિન્દરે પણ એક ગોલ નોંધાવ્યો હતો. રુપિન્દર બાદ ભારતના ડિફેન્ડર બીરેન્દ્ર લાકરાએ પણ હોકીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તેણે ભારત માટે ૨૦૧ મેચ રમી હતી. નોંધનીય છે કે, બંને સ્ટાર ખેલાડીઓને જાણકારી આપી દેવામાં આવી હતી કે, આગામી સપ્તાહથી બેંગ્લોર ખાતે યોજાનારા નેશનલ કેમ્પમાં તેમને સ્થાન આપવામાં આવ્યું નથી. લાકરાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સપ્તાહથી હું મારી હોકીની સફર અંગે સમીક્ષા કરી રહ્યો હતો અને હવે નિવૃત્તિ લેવાનો સમય પાકી ગયો છે.ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય હોકી ટીમના સ્ટાર ડ્રેગ ફ્લિકર રુપિન્દર પાલે યુવાઓ માટેનો માર્ગ મોકળો કરવા માટે ઇન્ટરનેશનલ હોકીમાંથી નિવૃત્તિ લઇ લેવાની જાહેરાત કરી હતી. ૩૦ વર્ષીય રુપિન્દર ભારત માટે ૨૨૩ મેચ રમી ચૂક્યો છે અને તે ટોક્યો ઓલિમ્પિકમાં ૪૧ વર્ષ બાદ મેડલ જીતનાર ભારતીય ટીમનો સભ્ય પણ હતો. રુપેન્દરે જણાવ્યું હતું કે ભારતીય હોકી ટીમમાંથી મેં નિવૃત્તિ લઇ લીધી છે.