સુરત
સુરતના મગદલ્લા ખાતે આવેલા બીએમડબ્લ્યુ શોરૂમ માંથી એક આધેડે ?૨.૭૩ લાખ કપડાવ્યા હોવાની ઘટના સામે આવી છે. પોતાની ઓળખ કેનેડિયન તરીકે આપી શોરૂમના કેશિયરનો વિશ્વાસ જીત્યો હતો. બાદમાં કેસનો નજર ચુકવી ચાલાકી પૂર્વક શોરૂમમાંથી ૨.૭૩ લાખ રૂપિયા કપડાવી રફુ ચક્કર થઈ ગયો હતો. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. કેટલા અંગે શોરૂમના માલિકે ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ફરિયાદ વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ડુમસ રોડ ખાતે આવેલા મગદલ્લા સ્થિત બી એમ ડબલ્યુ શોરૂમ માં ગત તીસ નવેમ્બર ના રોજ ૨.૭૩ લાખ ની અજાણ્યા શખ્સ દ્વારા તફડંચી થઈ હોવાની ઘટના બનવા પામી હતી. સફારી સૂટ અને ટોપી પહેરેલો આધેડ અને જીન્સ અને શર્ટ પહેરેલો અને જીન્સ અને શર્ટ પહેરેલો અંદાજે ૨૫ વર્ષીય યુવાન શોરૂમમાં આવ્યા હતા. શોરૂમમાંથી આ જાેડીએ લાખોના રૂપિયાની તફડંચી કરી ફરાર થઈ ગયા હતા. શોરૂમના કેશીયરને વિશ્વાસમાં લઈ તેનું ધ્યાન ભટકાવીને શોરૂમ માંથી લાખો રૂપિયા લઈ રફુ ચક્કર થઈ ગયા હતા. શો રૂમમાં આવેલા બંને જણાએ શોરૂમના એડવાઈઝર સની કંસારા પાસે કારની એસેસરીઝ બાબતે વાત કરી રહ્યા હતા. બાદમાં કેશીયર પૂનમ ધીરજલાલ સોલંકી પાસે ગયા હતા. જ્યાં સફારી સુટ પહેરેલા આધેડે હું આઉટ ઓફ ઇન્ડિયા થી આવું છું. હું કેનેડામાં રહું છું. એમ કહી પર્સ ખોલીને બતાવ્યું હતું. જેમાં કેનેડિયન ચલણ છે કહી આ ચલણી નોટ કેનેડાની સૌથી ઊંચી ચલણી નોટ છે. તમારા ઇન્ડિયામાં સૌથી મોટી ચલણી નોટ કઈ છે ? જેથી પૂનમે કેશ કાઉન્ટર ખોલી તેમાંથી ૨,૦૦૦ ની ચલણી નોટ બતાવતા આધેડે તેણીને કહ્યું કે તમારી પાસે ચલણી નોટમાં ૭૮૬ નંબર કે પછી આઈ એન લખેલું હોય તેવી નોટ હોય તો મને બતાવો. આટલું કહી તેઓ કેબિનમાં ઘૂસી ગયા હતા. ત્યારબાદ કાઉન્ટર ખોલી લાવો હું ચલણી નોટ ચેક કરી લઉં એમ કહી ચાલાકી પૂર્વક ૨૦૦૦ રૂપિયાની ૯૮ અને ૫૦૦ના દરની ૧૫૫ નોટ લઇ કુલ ?૨,૭૩,૫૦૦ની મતા કપડાવીને રફુ ચક્કર થઈ ગયા હતા. કેનેડિયાની ઓળખ આપનાર સફારી શૂટમાં બીએમડબ્લ્યુ શોરૂમમાં આવી રૂપિયાની તફરન્ચી કરનાર જાેડીને સમગ્ર કરતું શોરૂમના સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં સફારી શૂટમાં ટોપી પહેરેલ વ્યક્તિ કેસીયર પૂનમ સોલંકી પાસે આવીને તેને વાતમાં રાખીને રૂપિયાની કપડાંથી કરતો જણાય આવે છે. બંને ભેજા બાદ ખેલ કરી ગયા બાદ ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા હતા. બાદમાં પૂનમ ને શંકા જતા તાત્કાલિક તેણે સહકારીઓને જાણ કરી બંને ભેગા બાજુની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ ક્યાંય તેઓ નો પતો લાગ્યો ન હતો. ઘટનાને અંજામ આપીને રફુચક્કર થઈ ગયેલા ભેગા બાજુ અને શોધવા માટે દ્વારા અનેક પ્રયત્નો કરાયા પરંતુ કોઈ જ સફળતા મળી ન હતી. જેને લઇ ઘટના બન્યાના ૨૦ દિવસ બાદ શોરૂમ માલિક દ્વારા આ અંગે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટના અંગેની ફરિયાદ નોંધાતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે અને ભેજાબાજની આ જાેડીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.
