બોડેલી નગરમાં વારંવાર એસટી બસો બંધ થવાના બનાવો બનતા આવ્યા છે ત્યારે વધુ એક એસટી બસ બંધ થતા મુસાફરોએ ધક્કા મારવાનો બનાવ સામે આવ્યો છે
ગુજરાત એસટી નિગમ ની કેટલીક એસટી બસો નુ યોગ્ય રીપેરીંગ ન થવા ને લીધે છાશવારે અધવચ્ચે ખોટકાતી જોવા મળે છે, ત્યારે બોડેલી ની ટ્રાફિક ની ધમધમતી અલીપુરા ચોકડી પર બોડેલી ડેપો થી વડોદરા તરફ જતી એસટી બસ બંધ પડી હતી. ચાલુ ન થતાં ટ્રાફિક થયો અને છેવટે મુસાફરો અને અન્ય લોકોએ બસ ને ધક્કો મારી ચાલુ કરાવી હતી. શહેરો માં એસટી બસ ની સુવિધા ની તુલના માં ગ્રામ્ય કક્ષાએ એસટી બસો સારી કન્ડીશન માં દોડતી નથી તેનું ઉદાહરણ જોવા મળ્યું હતું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


