નવીદિલ્હી
અબજાેપતિ એલન મસ્કને લઈને નવા સમાચાર સામે આવી રહ્યા છે જે ટિ્વટર યુઝર્સને વધારે હેરાન નહીં કરે, કેમ કે તેમને જ તેના માટે વોટ કર્યા છે. ટિ્વટરના નવા સીઈઓ ટૂંક સમયમાં પોતાની મીડિયા કંપની સીઈઓના પદેથી રાજીનામું આપવા જઈ રહ્યા છે. ઝ્રદ્ગમ્ઝ્રના મંગળવારે આવેલા એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પ્રમાણે જાે માનીએ, એલન મસ્ક હાલમાં ખૂબ જ એક્ટિવ થઈને ટિ્વટરના નવા ચીફ એક્ઝીક્યૂટીવ ઓફિસરની શોધ કરી રહ્યા છે. હકીકતમાં જાેઈએ તો, એલન મસ્કે હાલમાં જ ટિ્વટર પોલ કરાવ્યો હતો. જેમાં તેમણે પૂછ્યું હતું કે, શું તેમને ટિ્વટર સીઈઓ પદેથી રાજીનામું આપી દેવું જાેઈએ? આ પોલના જવાબમાં કુલ ૫૭.૫ ટકા યુઝર્સે એલન મસ્કને આ પદેથી હટી જવાની વાત કહી હતી અને તેમને રાજીનામું આપી દેવા જણાવ્યું હતું. જાે કે, એલન મસ્ક માટે આ પોલના રિઝલ્ટ નિરાશાજનક રહ્યા હશે, કેમ કે તેમને ટિ્વટરની કમાન સંભાળ્યાના હજૂ ફક્ત ૨ મહિના જ થયા છે. આ રવિવારે મસ્કે કહ્યું હતું કે, તે પોતાના કરાવેલા પોલના રિઝલ્ટનું પાલન કરશે અને જાે યુઝર્સ ઈચ્છે તો ટિ્વટરના સીઈઓ પદેથી રિઝાઈન કરી દેશે. જાે કે, અબજાેપતિ ઉદ્યોગપતિએ એ નથી બતાવ્યું કે, તે ક્યારે પોતાના કહ્યા પ્રમાણે પાલન કરશે. સાથે જ તેમને એ પણ જણાવ્યું છે કે, હાલમાં કોઈ ઉત્તરાધિકારી નથી.
