Maharashtra

જય ભાનુશાળી બિગ બોસ- ૧૫ના શોમાં જાેવા મળશે તેમાં ભાગ લેશે

મુબઈ
બિગ બોસ ૧૫ની વાત કરીએ તો, આ વખતની થીમ જંગલ થીમ છે. દર વખતની જેમ આ સીઝન પણ સલમાન ખાન હોસ્ટ કરવાનો છે. રિપોર્ટ્‌સ પ્રમાણે, સલમાન ખાને ૧૪ અઠવાડિયા માટે બિગ બોસ ૧૫ હોસ્ટ કરવા ૩૫૦ કરોડ રૂપિયા લીધા છે. વર્ષ જતા, તેની ફીમાં તીવ્ર વધારો કરવામાં આવે છે અને તે હકીકત છે કે હોસ્ટ તરીકે લોકો તેને પસંદ પણ કરે છે.શોના લોન્ચ સમયે સલમાન ખાને ડિજિટલ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેને આપવામાં આવતા ફી પેકેજ વિશે પણ મજાક કરી હતી. બોલિવુડ સુપરસ્ટાર, કે જે ઘણા સમયથી ટીવીનો સૌથી વિવાદાસ્પદ શો હોસ્ટ કરી રહ્યો છે તેણે પોતાની ફી વધારવા પાછળનું કારણ જણાવ્યું કહ્યું હતું કે ‘હું મેકર્સને કહેતો રહુ છું કે ઘણું હાર્ડ કરું છું. તેમણે તે અંગે વિચાર કરવો જાેઈએ અને મારી સેલેરી વધારવી જાેઈએ, પરંતુ કોઈ સાંભળતું નથી. હું માત્ર ભગવાનને પ્રાર્થના કરતો રહું છું કે, એક સમય એવો આવે જ્યારે ચેનલ મને કહે કે સલમાન અમે તારી સેલેરી વધારીશું અને હું તેમને કહીશ કે, ના ના રહેવા દો. શું તમને ખરેખર લાગે છે કે આવું થઈ શકે છે’.બિગ બોસ ૧૫ના ગ્રાન્ડ પ્રીમિયરને હવે માત્ર એક જ દિવસની વાર છે અને અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે જય ભાનુશાળી પર રિયાલિટી શોમા ભાગ લેવાનો છે. ટીવી એક્ટર, કે જે કયામતમાં નીવ શેરગિલનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતો થયો હતો તેણે કિસ દેશ મેં હૈ મેરા દિલ, ગીત- હુઈ સબસે પરાયી અને કેરી- રિશ્તા ખટ્ટા મીઠ્ઠા જેવા શોમા પણ કામ કર્યું છે. બિગ બોસ ૧૫ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘અમે કેટલાક પોપ્યુલર ટીવી એક્ટર્સ શોધી રહ્યા છે અને જ્યારે કન્ટેસ્ટન્ટ ઘરમા જવાના છે તેના એક દિવસ પહેલા જ જય સાથે વાત થઈ હતી’. જય ભાનુશાળી માટે રિયાલિટી શો નવી વાત નથી. કારણ કે, તે ઝલક દિખલા જાની બીજી સીઝન, કૌન જીતેગા બોલિવુડ કા ટિકિટ, ઈસ જંગલ સે મુજે બચાઓ, નચલે વે સરોજ ખાન, નચ બલિયે ૫ અને ફિયર ફેક્ટરઃ ખતરો કે ખિલાડી ૭ જેવા શોમા ભાગ લઈ ચૂક્યો છે. આટલું જ નહીં તેણે ઘણા રિયાલિટી શો હોસ્ટ પણ કર્યા છે. રસપ્રદ રીતે, તે બિગ બોસની ૧૨મી અને ૧૩મી સીઝનમાં મહેમાન બનીને ગયો હતો. પરંતુ હવે લાગે છે કે, તેના માટે ઘરમાં રહીને મહેમાનને આવકારવાનો સમય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *