Gujarat

ચાઈનીઝ ટુક્કલની આયાત, ખરીદ, વેચાણ, સંગ્રહ, પરીવહન અને વપરાશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા અંગેનુ જાહેરનામુ.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
આગામી તા.૧૪/૦૧/૨૦૨૩ ના રોજ મકરસંક્રાત્તિ (ઉત્તરાયણ)નો તહેવાર ઉજવવામાં આવનાર છે. આ તહેરવાર દરમ્યાન સમગ્ર રાજયમાં પતંગ રસિકો મોટી સંખ્યામાં પતંગ ચગાવી આનંદ મેળવતા હોય છે. પતંગ ચગાવવા ઉપયોગમાં લેવામાં આવતી ચાઈનીઝ દોરા તરીકે પ્રખ્યાત ચાઈનીઝ માંઝા / પ્લાસ્ટીક દોરી માનવ–જીવન, પક્ષીઓ તથા પર્યાવરણ માટે ખતરારૂપ છે. ચાઈનીઝ માંઝા / પ્લાસ્ટીક દોરીની બનાવટથી ઘણીવાર માણસો અને પક્ષીઓને પ્રાણઘાતક ઈજાઓ થાય છે. ચાઈનીઝ માંઝા /પ્લાસ્ટીકની વસ્તુથી બનતી દોરી / પતંગ લાંબા સમય સુધી કુદરતી રીતે નાશ પામતી નથી. જેના પરીણામે, ગટરો અને ડ્રેનેજ જામ થાય છે. ગાય તથા અન્ય પ્રાણીના ખોરાકમાં પેટમાં વસ્તુ જવાથી પ્રાણીઓ આફરો / ગભરામણના લીધે મરણ પામે છે. તદઉપરાંત વીજલાઈન અને સબસ્ટેશનમાં આ દોરી અને પતંગ ભરાવવાના કારણે વીજ ફોલ્ટ પણ થાય છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તરાયણ તથા અન્ય તહેવારો દરમ્યાન સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ) ઉડાડવાની પ્રથા શરૂ થયેલ છે. લોકો દ્વારા હજારો સ્કાય લેન્ટર્ન રાત્રી દરમ્યાન ઉડાડવામાં આવે છે. જયારે આ સ્કાય લેન્ટર્ન કોઈ વસ્તુ સાથે અથડાય છે, ત્યારે આગ લાગવાના બનાવો બનતા હોય છે. આ સ્કાય લેન્ટર્ન ઉપર મોટે ભાગે “Biodegradable” લખેલું છે. પરંતુ આ પ્રકારના સ્કાય લેન્ટર્ન સસ્તા કાગળમાંથી બનેલા છે, અને સસ્તા મીણના ચોસલા તેમાં બળતણ તરીકે વપરાય છે, જે ” Biodegradable” નથી.
આવી સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ ટુક્કલ)ની આયાત, ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનું જરૂરી જણાતું હોઈ, જાહેરજનતાના હિતમાં ઉપસચિવ, (કા.વ્ય) ગૃહ વિભાગ, ગુ.રા., ગાંધીનગરનાઓ દ્વારા તા.૩૧/૧૨/૧૯ ના પત્ર નં.વિ.ર. / ડીએસએમ / ૧૩૨૦૧૬ / હા.કો.૦૨(પા.ફા) થી સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ ટુક્કલ) ચાઈનીઝ માંઝા / પ્લાસ્ટીક દોરીની આયાત, ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા યોગ્ય સાવચેતીના કાયદાકીય પગલાં લેવા સુચિત કરવામાં આવેલ છે. જેથી, આવી સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ ટુક્કલ), ચાઈનીઝ માંઝા /પ્લાસ્ટીક દોરીની ખરીદ, સંગ્રહ અને વેચાણ સામે પ્રતિબંધ મુકવો હાલના સંજોગોમાં આવશ્યક અને પર્યાવરણના હિતમાં જણાય છે. આ અંગે ખેડા જિલ્લા હદ વિસ્તારમાં પ્રતિબંધ ફરમાવવા પોલીસ અધિક્ષકશ્રી, ખેડાન નડીઆદનાઓએ તેમના પત્ર ક્રમાંક : એલઆઈબી / મકરસંક્રાંતી | ચા.તુ.માં / જાહેરનામુ / ૧૬૬૪ / ૨૦૨૨ તા.૧૬/૧૨/૨૦૨૨ થી અત્રે દરખાસ્ત કરેલ છે. પોલીસ અધિક્ષક, ખેડા-નડીઆદની દરખાસ્ત પ્રવર્તમાન સંજોગોમાં ઉચિત અને આવશ્યક જણાય છે.
 બી.એસ.પટેલ, જી.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ખેડા જિલ્લો, નડીઆદ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે તેઓને મળેલ સત્તાની રૂએ આથી હુકમ કરી નીચેના કૃત્ય ઉપર પ્રતિબંધ ફરમાવે છે.
સમગ્ર ખેડા જિલ્લાના વિસ્તારમાં ચાઈનીઝ દોરા તરીકે પ્રખ્યાત ચાઈનીઝ માંઝા / પ્લાસ્ટીકના દોરાની આયાત, પરીવહન, ખરીદ, વેચાણ, સંગ્રહ, વપરાશ કરવો કે કરાવવા; ચાઈનીઝ દોરાનો જથ્થાબંધ / છુટક વેપાર કરવો કે કરાવવો તથા તેની ખરીદી કે વેચાણ કરવું કે કરાવવા અને સમગ્ર ખેડા જિલ્લાના વિસ્તારમાં આવા સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ ટુક્કલ)ની આયાત, પરીવહન, ખરીદ, વેચાણ, સંગ્રહ, વપરાશ કરવો કે કરાવવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે ખેડા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબઈન્સ્પેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી. કલમ-૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે. આ હુકમ તા.૨૧/૧૨/૨૦૨૨ થી તા.૨૫/૦૧/૨૦૨૩ સુધી (બંન્ને દિવસો સુધ્ધાંત) અમલમાં રહેશે.

images-4.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *