મુંબઈ
શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજી બાદનાં કરેકશનને તંદુરસ્ત ગણવામાં આવતુ હોવાથી નીચા મથાળે પસંદગીનાં ધોરણે ઈન્વેસ્ટરો લેવાલ રહેતા હોવાનું પણ જણાતું હતું. શેરબજારમાં આજે મંદીબજારે પણ મહીન્દ્ર, કોલ ઈન્ડીયા, ઓએનજીસી, ઈન્ડીયન ઓઈલ, ટાટા પાવર, ડેલ્ટા, ટીસ્કો, ડો.રેડ્ડી, રીલાયન્સ જેવા શેરોમાં સુધારો હતો. બજાજ ફીનસર્વીસ ભારતી એરટેલ, મારૂતી, એશીયન પેઈન્ટસ, બજાજ ફાઈનાન્સ એચસીએલ ટેક, એચડીએફસી, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, ઈન્ફોસીસ કોટક બેંક, મારૂતી , સ્ટેટ બેંક, ટીસીએસ જેવા હેવીવેઈટ શેરો ગગડયા હતા.મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ ૪૦૬ પોઈન્ટ તૂટીને ૫૮૭૧૯ સાંપડયો હતો. તે ઉંચામાં ૫૮૮૯૦ તથા નીચામાં ૫૮૫૫૧ હતો.નેશનલ સ્ટોક એકસચેંજના, નીફટી ૧૨૫ પોઈન્ટ ગગડીને ૧૭૫૧૨ હતો તે ઉંચામાં ૧૭૫૫૧ તથા નીચામાં ૧૭૪૫૨ હતો. દ્રમ્યાન નવા લીસ્ટેડ પારસ ડીફેન્સનાં શેરે ઈતિહાસ ચ્યો હતો. લીસ્ટીંગનાં પ્રથમ જ દિવસે ૧૮૫ ટકા ઉછળ્યો હતો. ૧૭૫ ના ઓફરભાવ સામે ૪૭૫ ખુલ્યો હતો અને સતત ઉંચકાતો રહીને બીએસઈમાં ૪૯૨.૪૫ સાંપડયો હતો. પ્રથમ જ દિવસે પોણા બે ગણી કમાણી કરાવનાર કદાચ પ્રથમ કંપની બની છે ૧૫૦૦૦ ના રોકાણ પર ૨૫૦૦૦ થી વધુનો નફો છે. કંપની ટી ગ્રુપમાં હોવાથી લીસ્ટીંગ બાદ બાદ પાંચ ટકાની સર્કીટ લાગી હતી. હજુ દસ દિવસ પાંચ ટકાની જ સર્કીટ અમલમાં રહે તેમ છે.મુંબઈ શેરબજાર કરેકશનનાં તબકકામા હોય તેમ આજે સતત ચોથા દિવસે મંદીનુ મોજુ હતું. આક્રમણકારી વેચવાલીથી હેવીવેઈટ શેરો ગગડતા સેન્સેકસમાં ૪૦૬ પોઈન્ટનો કડાકો નોંધાયો હતો. શેરબજારમાં આજે માનસ મંદીનું હતું. વિશ્ર્વભરનાં શેરબજારો ગગડયા હોવાથી નકારાત્મક અસર હતી.વિદેશી નાણા સંસ્થાઓની જંગી વેચવાલીની અસર હતી. ચીન-યુરોપ જેવા દેશોમાં વિજળી ગેસના સંકટથી ખરાબ હાલત સર્જાવાની આશંકાથી ખચકાટ ઉભો થયો છે. એર ઈન્ડીયાનું ખાનગીકરણ ફાઈનલ થઈ જવા ઉપરાંત કુદરતી ગેસમાં ભાવ વધારો સહીતના કારણો ડીસ્કાઉન્ટ થઈ ગયા હતા. જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે સતત ચાર દિવસથી આંચકો છતાં કોઈ ગભરાટ નહતો.


