પંચમહાલ
ગોધરાના વેગનપુર પાસે આવેલા અમરાપુર નજીક ખાનગી બસ ચાલકે સ્ટિયરીંગ ઉપરથી કાબૂ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. જ્યાં ૨૧ જેટલા યાત્રાળુઓને ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે મધ્યપ્રદેશ જિલ્લાના છીદવાડા ખાતેથી નર્મદા પરિક્રમા યાત્રા માટે નીકળેલા ૫૦થી વધારે યાત્રાળુઓને ગોધરા નજીક ખાનગી બસના ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ૨૧ જેટલા યાત્રાળુઓને ઇજા પહોંચતા સાત જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને તાત્કાલિક ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ૧૦ જેટલા પુરુષો અને ૧૧ જેટલી મહિલાઓને ઇજાઓ તથા તેઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ બન્યો ન હતો.


