International

સેન્ટ્રલ પેરિસમાં ગોળીબારમાં ૨ લોકોના મોત, ૪ ઘાયલમાંથી ૨ની સ્થિતિ ગંભીર

પેરિસ
પેરિસના સેન્ટ્રલમાં થયેલા ગોળીબારમાં અનેક લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી એએફપીએ શુક્રવારે પોલીસ સૂત્રોના હવાલાથી આ માહિતી આપી હતી. ગોળીબારમાં બે લોકોના મોત થયા છે, જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. ફ્રાન્સના ૨૪ રિપોર્ટ અનુસાર ૨ લોકોના મોત થયા છે, જ્યારે ૪ ગંભીર રીતે ઘાયલ છે. ૬૯ વર્ષના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક મીડિયાએ પોલીસ અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. એક અધિકારીએ કહ્યું- સેન્ટ્રલ પેરિસના સેન્ટ ડેનિસ માર્કેટમાં ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં ૪ લોકો ઘાયલ થયા છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. હાલ આ બજાર બંધ છે. રિસ પોલીસે સોશિયલ મીડિયા પર જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે- ક્રિસમસ પહેલા આ પ્રકારની ઘટનાએ અમને પરેશાન કર્યા છે. અમે દરેક નાગરિકને સુરક્ષા આપવાનું વચન આપીએ છીએ. હાલમાં, સામાન્ય લોકોએ ઘટના સ્થળથી દૂર રહેવું જાેઈએ, કારણ કે તે તપાસને અસર કરી શકે છે. અહીં એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું છે. અમે તેને તરત જ કાબુમાં કરી લીધો. એક સ્થાનિક વેપારીએ કહ્યું- એક વ્યક્તિએ અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. મેં ૮ ગોળીબાર સાંભળ્યો. દેશની રાજધાનીમાં અને મોટા બજારમાં આ પ્રકારની ઘટના ચિંતાજનક છે. અત્યારે એ સ્પષ્ટ નથી થયું કે આ આતંકવાદી હુમલો છે કે કોઈ પાગલ માણસે આ ઘટનાને અંજામ આપ્યો છે.

File-01-Page-03-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *