Gujarat

ભાજપ સરકાર ફરી એકવાર ખેડૂતોને છેતરી ગઈ ઃ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ

અમરેલી
ગુજરાતમાં છેલ્લા ૨૭ વર્ષથી ભાજપનું શાસન છે, અને ભાજપના શાસનમાં ખેડૂતોની દશા માઠી બેસી ગઈ છે, ગુજરાતમાં જયારે–જયારે ચુંટણીઓ આવે ત્યારે–ત્યારે ગુજરાતની જનતાને મુર્ખ બનાવવાનું અને ઉંધી ટોપી પહેરાવવાનું કામ આ ભાજપ પક્ષ છેલ્લા ૨૭ વર્ષથી કરી રહ્યો છે, આ વર્ષ ગુજરાત વિધાનસભાની ચુંટણી પહેલા ગુજરાતના ખેડૂતોને ૧૦ કલાક વીજળી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતુ, અને જેવી ચુંટણી પુરી થઈ અને ભાજપની સરકાર ગુજરાતમાં બનતા સાથે જ ખેડૂતોને ૧૦ કલાક વીજળી માંથી ૮ કલાક વીજળી કરી નાંખવામાં આવી છે જે પણ પુરતી મળતી નથી. આ ભાજપ પક્ષે ખેડૂતોને માત્રને માત્ર છેતરવાનું અને લોલીપોપ આપવાનું કામ કર્યું છે. આ ભાજપ પક્ષ પોતાની ચુંટણીલક્ષી ગરજ પુરી થાય એટલે તરત જ પોતાનો અસલી ચહેરો બતાવે છે. જાે ભાજપ પક્ષ ગુજરાતના ખેડૂતો સાથે ઓરમાયું વર્તન રાખશે તો આવનાર દિવસોમાં ખેડૂત પોતાની એકતા અને તાકાત બતાવીને ગુજરાતમાં ભાજપનું શાસન હાલક–ડોલક કરી નાંખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *