આબુ
બનાસકાંઠાની અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ફરી એક વખત તાપમાન માઈનસ બેથી ત્રણ ડિગ્રીએ પહોંચ્યું છે. જેને લઇને અનેક વિસ્તારોમાં બરફ છવાઇ ગયો છે. સહેલાણીઓ અને સ્થાનિકો ગુલાબી ઠંડીનો અનેરો આનંદ માણતા ઠુંઠવાઇ પણ રહ્યા છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ફરીથી ગગડી માઇનસ ડિગ્રીએ પહોંચ્યો છે. બે દિવસથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાન કેટલાક વિસ્તારમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. જેમાં માઉન્ટ આબુમાં માઇનસ બેથી ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડિસેમ્બર મહિનાના અંતમાં આબુની મજા કંઇક અલગ હોય છે. જેથી ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી સહેલાણીઓ આબુ આવતા હોય છે. છેલ્લા બે ત્રણ દિવસથી આબુમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. આજે વહેલી સવારે આબુમાં બરફની ચાદર છવાયેલી જાેવા મળી હતી. પાણીના કુંડા અને સહેલાણીઓની ગાડીઓ પર બરફ પથરાયેલો જાેવા મળ્યો હતો. બે દિવસથી પડી રહેલી ઠંડીના કારણે માઉન્ટ આબુમાં જન જીવન ઉપર અસર પડી છે. જાેકે માઉન્ટ આબુમાં સહેલાણીઓ ઠંડાગાર તાપમાનમાં પણ ઉમટી રહ્યા છે. ચારે બાજુ બરફ જાેતા સહેલાણીઓ તેનો આનંદ માણી રહ્યા છે.
