નિસાર શેખ.મહુધા
મહુધા પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવનાર કે.એસ.દવે નાં વિદાય સમારંભ બાદ નડિયાદ થી આવેલા કે.એચ.ચૌધરી દ્વારા મહુધા પોલીસ સ્ટેશનમાં નવા પીઆઈ તરીકે પોતાનું ચાર્જ સંભાળ્યો હતો મહુધા પોલીસ સ્ટેશન ખાતે નવા પી.આઈ નું સ્વાગત કરવામાં આવ્યું હતું
એક તરફ વિદાય કાર્યક્રમ અને સાથે નવા પી.આઈ નો યોજાયેલો સ્વાગત કાર્યક્રમમાં કસ્બા કમિટી પ્રમુખ બસીરભાઈ મલેક,કસ્બા કમિટી ઉપપ્રમુખ અને મહુધા નગરપાલિકા ઉપપ્રમુખ શાહિદખાન પઠાણ (એડવોકેટ),કસ્બા કમિટી સેક્રેટરી ઈરશાદ બેગ મીરઝા,કસ્બા કમિટી નાં સભ્યો,તેમજ ગામનાં અગ્રણીઓ શહિદ ભાઈ મલેક (તમાકું નાં વહેપારી), ફારૂક ભાઈ શેખ,મીરઝા જમીર ઉર્ફ ગેંગ, અજરૂદીન કાજી,તોફીક ઉર્ફ લારા તથા નાજીભાઈ હાજર રહ્યા હતા અને નવા પી.આઈ નું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથોસાથ મહુધા પોલીસ સ્ટેશનમાં પી.આઈ તરીકે ફરજ બજાવનાર કે.એસ.દવે નાં વિદાય સમયે ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું આ રીતે મહુધા પોલીસ સ્ટેશનમાં વિદાય અને સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો


