Gujarat

ઉનાનાં સીમર ગામની શાળાના શિક્ષક અને છાત્રો દ્વારા જરૂરિયાત મંદ બાળકોને ગરમ કપડા ધાબળાનું વિતરણ કરાયું..

ઉનાનાં સીમર ગામની પ્રભાસ શૈક્ષણિક સંકુલ શાળાના શિક્ષક અને છાત્રો દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ પોતાની પાસે જુના ગરામ ધાબળા, સ્વેટર, કપડા સહીતની ચીજવસ્તુઓ લઈ આવી ઉના શહેરમાં વિવિઘ વિસ્તારોમા શાળાનું વાહનમાં મારફતે વિવિઘ જગ્યા એ ઝૂંપડ પટ્ટીમાં રહેતા જરૂરિયાત મંદ બાળકોને ગરમ કપડા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્રભાસ શૈક્ષણિક સંકુલ સીમરના શિક્ષણ જલ્પેશભાઇ મોડાસિયાએ જણાવેલ કે કડકડતી ઠંડીમાં જરૂરીયાતમંદ પરિવારોના બાળકોને અમારી શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાની પાસે રહેલા જુના ગરમ ધાબળા, સ્વેટર, કપડાનું વિતરણ કરવાનું આયોજન કરેલ જેમાય ગરીબ જરૂરીયાતમંદ પરિવાર કે જેવો પોતાને રહેવા માટે આશરો નથી અને જ્યા ત્યાં ઝૂંપડાઓ બાંધી આશરો મેળવતા ગરીબ પરિવારોને ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો પણ ખરીદી કરી શકતા ન હોય તેવા જરૂરીયાતમંદ બાળકોને પહેરવા ગરમ ધાબળા, સ્વેટર, કપડા સહીતની જરૂરી વસ્ત્રો એકત્ર કરી અને ગરીબ પરિવારના બાળકોને શહેરમાં ઓમકાર ચોક, ખારા વિસ્તાર સહીતનાં જૂદી જૂદી જગ્યાં પર ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારોને ઠંડીથી બચવા ગરમ કપડાં વિતરણ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું….

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *