International

અમેરિકામાં હિમવર્ષા તબાહી, અત્યાર સુધીમાં ૧૮ના મોત, ૨૦ લાખ ઘરોમાં વીજળી ગુલ

વોશિંગ્ટન
અમેરિકામાં ભારે હિમવર્ષાના વાવાઝોડાએ દેશને ઘૂંટણિયે લાવી દીધો છે. ત્યાં લગભગ ૨૦ કરોડ લોકો ચક્રવાતની ઝપેટમાં આવી ગયા છે અને ૧૮ લોકોએ જીવ ગુમાવ્યા છે.ઠંડી એટલી ભયંકર છે કે ઉકળતું પાણી થોડીક સેકન્ડોમાં બરફ બની રહ્યું છે. અમેરિકાથી કેનેડાના ક્વિબેક સુધી આ ચક્રવાત ૩૨૦૦ કિલોમીટરના વિસ્તારમાં તબાહી મચાવી રહ્યું છે. જેના કારણે ૧૫ લાખ લોકોના ઘરોમાં વીજળી ડુલ થઈ ગઈ છે. અમેરિકાનું શહેર મોન્ટાનામાં તાપમાન માઈનસ ૪૫ ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. ચક્રવાતને કારણે ૫૨૦૦ ફ્લાઇટ્‌સ રદ કરવામાં આવી છે, જેના કારણે ક્રિસમસની રજાઓ પર જતા હજારો લોકો નિરાશ થયા છે. બહાર કાતિલ ઠંડી હોવાથી લોકોએ પોતાના ઘરમાં રહેવાની ફરજ પડી છે. ન્યૂયોર્ક સહિત ઘણા મોટા શહેરોમાં તાપમાન ઘટીને -૪૫ ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. હાવરે, મોન્ટાના, કેનેડાની સરહદ નજીક, માઈનસ ૩૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હિમવર્ષા અને તોફાનને કારણે વિમાન ઉપરાંત રેલ અને માર્ગ પરિવહન સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે. ૨૦ કરોડ લોકો એટલે કે દેશની લગભગ ૬૦ ટકા વસ્તી હાડ થીજવતી ઠંડીનો સામનો કરી રહી છે. નેશનલ વેધર સર્વિસે આગામી દિવસો માટે યુએસમાં તોફાન માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. દેશની ઉર્જા વ્યવસ્થા પડી ભાંગી છે. વાવાઝોડાને કારણે ટ્રાન્સમિશન લાઈનોને નુકસાન થયું છે, ૨૦ લાખથી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. સેંકડો ટ્રેનો રદ કરવામાં આવી છે. અમેરિકાના ચયન સિટીમાં માત્ર અડધા કલાકમાં જ પારો ૪૦ ડિગ્રી સુધી ગગડી ગયો હતો. આ શહેર વ્યોમિંગ રાજ્યમાં આવે છે. અહીં ૨૪ કલાકમાં તાપમાનમાં ૫૧ ડિગ્રીનો ઘટાડો જાેવા મળ્યો હતો. હવામાનશાસ્ત્રીઓના મતે જ્યારે વાવાઝોડા દરમિયાન વાતાવરણમાં ઝડપથી દબાણ ઘટે છે ત્યારે બોમ્બ સાયક્લોન બને છે. મોટા તળાવ પાસે આ ઘટના વધું બને છે. જે બરફના તોફાનો માટે અનુકુળ સ્થિતિ બનાવે છે. સાઈક્લોન બોમ્બે અમેરિકા અને કેનેડામાં ઘણા લોકોના નાતાલની મજા બગાડી નાખી. નેશવિલના એરપોર્ટ પર ફસાયેલા એક મુસાફરે અલ જઝીરાને વાતચીતમાં જણાવ્યું કે હું મિશિગનમાં મારા પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી કરવા માંગતો હતો, પરંતુ હવે હું અહીં અટવાઈ ગયો છું. મારો પરિવાર મને વારંવાર ફોન કરી રહ્યો છે, પરંતુ તેઓ ઇચ્છે છે કે હું સુરક્ષિત રહું.

Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *