ઊનાના વરસીંગપુર રોડ પર આવેલ બાયપાસ પાસે કાર માંથી વિદેશી દારૂ સાથે બે શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઉનામાં રહેતા જયેશ ગોરધન ભુપતાણી તેમજ કિરીટ જગજીવનદાસ કાનાબાર બન્ને શખ્સો કાર નં.જીજે ૦ ૧ એચક્યુ ૮૨૭૧ ની કારમાં વિદેશી દારૂની સપ્લાય કરતા હોવાની બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી ઉના વરસીંગપુર રોડ પર બાયપાસ પાસે કારને રોકાવી તલાસી લેતા કારના પાછળની ડીકી માંથી વિદેશી દારૂની બોટલ ૫૦ કિ.૨૯ હજારથી વધુનો તેમજ કાર સહીત કુલ રૂ.૨.૩૦ લાખથી વધુનો મુદામાલ સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. અને આ દારૂ ક્યાથી લાવવામાં આવેલ અને ક્યા સપ્લાય કરવાનો હોય તે અંગેની વધુ પુછપરછ હાથ ધરવામાં આવેલ છે.


