મોરબી
મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલા એપાર્ટમેન્ટમાં બે સહકર્મીઓ ઘૂસી ગયા હતાં. ત્યારબાદ તને પતાવી દેવો છે’ કહી કોન્ટ્રાકટર પર કટર અને ડિસમિસ વડે હુમલો કર્યો હતો. જેને પગલે કોન્ટ્રાકટરને ચહેરા પર ગંભીર ઇજાઓ પહોચી છે. મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની મળતી વિગત મુજબ મોરબી તાલુકના લાલપર ગામ નજીક અજંતા ઓરસન એપાર્ટમેન્ટમાં રહેતા સંતોષકુમાર રાધાકાંત પાંડાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ શ્રીજી વિટ્રીફાઇડમાં ફીડર કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે. એ જ કંપનીમાં આરોપી આકાશ અને મહેશ પણ કામ કરે છે. તારીખ ૨૪ના રાતના આશરે સંતોષકુમાર લાલપર ગામની સીમમાં આવેલ પોતાની ઓરસન અજંતા એપાર્ટમેન્ટની ઓરડીમાં સૂતા હતા. આ સમયે આકશ અને મહેશ ધસી આવ્યા હતા અને સંતોષકુમારને કટ્ટરબ્લેડ તથા ડિસમિસથી ઇજાઓ પહોંચાડી હતી. તેની સાથે ઝપાઝપી થતા સંતોષકુમારે હુમલાનું કારણ પૂછતાં આરોપી આકાશે કહ્યું હતું કે, ‘તું મને વગર વાંકે ગાળો દેતો હોય જેથી આજે તને પતાવી દેવો છે’. આમ કહી મારામારી કરી હતી અને બંને આરોપીઓએ સંતોષકુમારને મુંઢ માર મારી ચહેરા ઉપર ગાલના ભાગમાં તથા દાઢીના ભાગમાં તથા દાઢીના નીચેના ભાગમાં તથા ડાબા હાથમાં કટર અને ડિસમિસ વડે હુમલો કરીને ગંભીર રીતે ઘાયલ કર્યા હતાં. સંતોષ કુમારે રાડારાડી કરતા બંને નાસી ગયા હતા. જે મામલે પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.
