Gujarat

મહેસાણામાં શખ્સે મહિલાને સબંધ વિષે પૂછ્યું, ઠપકો આપવા ગયેલા પતિ પર બે શખ્સે છરીના ઘા ઝીંક્યાં

મહેસાણા
મહેસાણાના એક ગામમાં મહિલાની બે શખ્સે છેડતી કરી હતી. એક શખ્સે મહિલાનો હાથ પકડી “તું મારી સાથે સબંધ કેમ રાખતી નથી” એમ કહેતાં મહિલાએ બૂમાબૂમ કરી મૂકી હતી. આ સમગ્ર મામલે મહિલાના પતિએ ઠપકો આપવા જતાં બે શખ્સોએ છાતી પર અને કપાળના ભાગે છરીના ઘા ઝીંકી હુમલો કર્યો હતો. આ સમગ્ર મામલે હાલ મહિલાના પતિને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યાં સમગ્ર મામલે મહેસાણા બી ડિવિઝનમાં બે સામે ફરિયાદ નોંધાઈ છે. મહેસાણાના એક ગામમાં રહેતી મહિલાએ મહેસાણા બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, તે સવારે દરણું દરાવવા જતી હતી. એ દરમિયાન તેમના મહોલ્લામાં રહેતાં એક શખ્સે મહિલાનો હાથ પકડી “તું મારી સાથે સબંધ કેમ રાખતી નથી” એમ કહેતાં મહિલાએ બૂમાબૂમ કરી મૂકી હતી. આ સમગ્ર ઘટનાની જાણ મહિલાના પતિને થતાં તે ત્યાં આવી પહોંચી શખ્સો સાથે બોલાચાલી કરી હતી. જેમાં એક શખ્સે પોતાની પાસે રહેલી છરી કાઢી ફરિયાદીના પતિના છાતીના ભાગે મારી હતી, તેમજ બીજા શખ્સે પોતાની પાસે રહેલી છરી વડે કપાળના ભાગે ઇજાઓ કરી હતી. આ સમગ્ર મામલે મહિલાના પતિને લોહીલુહાણ હાલતમાં ઇકો ગાડીમાં બેસાડી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે મહેસાણા બી ડિવિઝન પોલીસ એ વધુ તપાસ આદરી છે.

File-01-Page-36.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *