Gujarat

ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા તથા વસાડવા ગામેથી બોગસ ડોક્ટરો ઝડપાયા.

ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા તાલુકાના લગભગ તમામ ગામોમા બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે જેમા મોટા ભાગના તબીબો આયુઁવૈદિક અથવા તો બી.એચ.એમ.એસની ડિગ્રી સાથે એલોપેથિક દવાઓથી ગ્રામ્ય વિસ્તારના બિમાર દદીઁઓની સારવાર કરતા હોય છે ત્યારે કેટલાક એવા પણ બોગસ તબીબો છે જેઓની પાસે કોઇપણ જાતની ડીગ્રી નહિ હોવા છતા પણ સારવાર કરે છે તેવામાં ધ્રાંગધ્રા તાલુકાના વસાડવા તથા ભરાડા ગામે ડિગ્રી વગર જ પ્રેક્ટીસ કરતા બે ડોક્ટરોને એસ.ઓ.જી ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. જેમા ધ્રાંગધ્રા તાલુકાના વસાડવા ગામે છેલ્લા છ વષઁથી પ્રેક્ટીસ કરતા સરમજીત હરીપદા બીસ્વાસ રહે:- મુળ પશ્રિમ બંગાળવાળાના રહેણાંક મકાનમાં ચાલતા ગેરકાયદેસર ક્લીનીક પર દરોડો કરી ૧૦૫૦૧ રૂપિયાના દવાનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાયઁવાહી હાથ ધરી હતી આ તરફ ભરાડા ગામે પણ બોગસ ડોક્ટર દ્વારા પ્રેક્ટીસ કરતા પરિમલ સુબલચંદ્ર રોય રહે:- મુળ પશ્રિમ બંગાળ વાળા દ્વારા ભાડાના મકાનમાં ચલાવતા ક્લીનીક પર દરોડો કરી ૫૯૪૭ રુપિયાની દવાનો જથ્થો ઝડપી પાડી બંન્ને બૉગસ તબીબોને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી કાયઁવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *