જયપુર
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફરી એક વખત ઈશારામાં સચિન પાયલોટ પર નિશાન સાધ્યું છે. ઝ્રસ્ ગેહલોતે કહ્યું કે, એક જાતિથી કોઈ મુખ્યમંત્રી ન બની શકે. ઝ્રસ્ બનવા માટે તમામ જાતિઓનું સમર્થન મળવું જાેઈએ. ઝ્રસ્એ ભરતપુરના ઉચ્ચેનમાં જનસભાને સંબોધિત કરતા આ વાત કહી હતી. સીએમ ગેહલોતે કહ્યું કે, તેઓ તેમની જાતિના એકલા ધારાસભ્ય છે. તે પણ સીએમ છે. મને બધી જાતિઓનું સમર્થન મળ્યું છે. એટલા માટે સીએમ બન્યો છું. સીએમ ગેહલોતે કહ્યું કે, પાર્ટી હાઈકમાન્ડને તેમના પર વિશ્વાસ છે. સીએમ ગેહલોતે વાત-વાતમાં સચિન પાયલોટ પર નિશાન સાધ્યું હતું. સીએમએ કહ્યું કે, તેઓ ખૂબ જ ભાગ્યશાળી છે કે, દરેક વર્ગ અને જાતિના લોકો તેમને પ્રેમ કરે છે. તેઓ ૩૬ કોમના નેતા છે. તેઓ આજીવન લોકોની સેવા કરતા રહેશે. જાટ હોય, ગુર્જર હોય, વેપારી હોય, મીના હોય. દરેકનો સાથ મળ્યો છે. હું એ વાત જાણું છું કે, જાતિના આધાર પર કોઈ મુખ્યમંત્રી નથી બનતા. જાે ૩૬ સમુદાયો મને પ્રેમ ન કરતા હોત આશીર્વાદ ન આપ્યા હોત તો હું ત્રીજી વખત મુખ્યમંત્રી કેવી રીતે બન્યો હોત. ગેહલોતે કહ્યું કે બસપામાંથી આવેલા ધારાસભ્યોએ મારી સરકાર બચાવી. હું તેમનો આભારી છું. હું મુખ્યમંત્રી તરીકે તેમની સામે છું. બસપાના ધારાસભ્યોના સમર્થનના કારણે જ હું મુખ્યમંત્રી છું નહીંતર મારી સરકાર પડી ભાંગી ગઈ હોત. સીએમએ કહ્યું કે દેશમાં જબરદસ્ત મોંઘવારી છે. મોંઘવારીનો માર ઘટાડવા માટે અમે જનતાને પેકેજ આપીશું. રાહુલ ગાંધીની એજ માંગ છે કે, દેશમાં મોંઘવારી ઓછી થવી જાેઈએ, બેરોજગારી ઓછી થવી જાેઈએ. હિંસા ન હોવી જાેઈએ. શાંતિ અને સદ્ભાવના બની રહે. ધારાસભ્ય જાેગીન્દર સિંહ અવાના અને તેમના સાથીઓએ અમને ટેકો આપ્યો હતો. કારણ કે અમારી સંખ્યા ઓછી હતી. સ્પષ્ટ બહુમતી નહોતી મળી શકી. તેમણે સરકાર બચાવી. જાે આ લોકોએ સહકાર ન આપ્યો હોત તો હું સમજું છું કે આજે હું મુખ્યમંત્રી તરીકે તમારી સામે ન હોત. મુખ્યમંત્રી ગેહલોતે કહ્યું કે રાજ્ય સરકાર સામે સત્તા વિરોધી લહેર નથી. જાે રાજસ્થાનના લોકો અમને આશીર્વાદ આપી દીધા અને રિપીટ સરકાર કરાવી દીધી તો તેમે જાેજાે અમે કોઈ કસર છોડીશું નહીં. રાજસ્થાન દેશમાં સિરમૌર બને. મોડેલ સ્ટેટ બને. એ અમારો પ્રયાસ રહેશે.
