Gujarat

ધ્રાંગધ્રા શહેરમાં SBI સંચાલિત ATM સેન્ટરો થી ગ્રાહકો તૌબા..

 ધ્રાંગધ્રા સ્થિત SBI બેન્ક સૌથી જૂની સાથે સૌથી વધુ ગ્રાહકો ધરાવતી બેન્ક છે. શહેરના જૂની શાક માર્કેટમાં રહેલી મુખ્ય શાખા સાથે ઝાલાવાડ ગ્રાઉન્ડ સામે અન્ય બ્રાન્ચ પણ છે જ અને બંને બ્રાન્ચમાં ATM સેન્ટર સાથે શહેરમાં મિડલ પોઇન્ટ સામે તથા હળવદ રોડ ઉપર પણ ATM સેન્ટર મુકવામાં આવેલા છે.
       ત્યારે SBI બેન્કના અધિકારીઓ અને કર્મચારીઓની મનસ્વી કામગીરી સામે પ્રજા ત્રાહિમામ છે અનેક લોક ફરિયાદો રોજબરોજ આમ પ્રજામાં માત્ર ચર્ચાનો વિષય બની રહે છે પણ બેન્કના અટપટા નિયમ નહિ સમજાવાનાં લીધે મૂંગા મોઢે સ્થાનિક ગ્રાહકો બધું જ સહન કરી રહ્યા છે. અહીં વાત કરીએ SBI સંચાલિત ATM સેન્ટરોની તો મોટા ભાગે ગ્રાહકોને ધક્કા થાય છે અને ફરજીયાત પ્રાઇવેટ બેન્કના ATM સેન્ટરનો ઉપયોગ કરવા મજબુર બનવું પડે છે. રોકડ નહિ હોવા, ATM બંધ હોવું , પૂરતી સ્વચ્છતાનો અભાવ, અપૂરતી લાઇટિંગ વ્યવ્શ્થા, AC મોટાભાગે બંધ અને સિકયુરિટી તો ગુમ જ હોય છે જેના લીધે ગ્રાહકોની પ્રાઇવસી જળવાતી નથી. જોકે તંત્ર પાસે ATM સેન્ટરના ટ્રેક રિપોર્ટ હોય છે આ રિપોર્ટના આધારે ગ્રાહકોને પડતી હાલાકી માટે બેન્ક આત્મ ચિંતન ક્યારેય કરશે કે નહિ આ સાથે ઉચ્ચ વહીવટી તંત્રને ફરજીયાત ધ્રાંગધ્રા SBI સંચાલિત ATM સેન્ટરોનાં ટ્રેક રેકોર્ડનો અભ્યાસ કરીને ધ્રાંગધ્રા શહેરના સ્થાનિકોને પડતી હાલાકી સામે જવાબદાર તંત્ર પર કાયઁવાહી કરવી જરુરી હોય તેવી SBI બેંકના ગ્રાહકોની માંગ છે.

IMG-20211001-WA0172-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *