Gujarat

પૂર્વ સૈનિકો/ સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓને ઓનલાઇન રજીસ્ટ્રેશન પૂર્ણ કરાવવા અનુરોધ

હાલ રાજયમાં વસતા તમામ પૂર્વ સૈનિકો/ સ્વ.પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓને આથી જણાવવામાં આવે છે. કે, તેઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવા માટે esm.gujarat.gov.in – વેબસાઈટ પર જઈને ‘new register here’- આ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તેઓ પોતાનું રજીસ્ટ્રેશન કરી શકશે.

ઉપરોક્ત જણાવેલ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યા બાદ, તેમાં જરૂરી માહિતી ભરવાની રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ તમામ લાભાર્થીઓ જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી, જામનગર દ્વારા આપવામાં આવતી વિવિધ સવલતો/ સહાય મેળવી શકાશે, તેમ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *