બેઈજિંગ
વેસ્ટર્ન થીયેટર કમાન્ડ પીએલએનો મહત્વનો ભાગ છે, જે ભારત સાથે ચીનની સરહદો સંભાળે છે. ચીને ગયા મહિને જ જનરલ વાંગ હૈજિઆંગની વેસ્ટર્ન થીયેટર કમાન્ડના નવા કમાન્ડર તરીકે નિમણૂક કરી હતી. આ સાથે ભારત સાથે પૂર્વીય લદ્દાખમાં તણાવપૂર્ણ સિૃથતિ વચ્ચે ચીને ચોથી વખત વેસ્ટર્ન થિયેટર કમાન્ડના કમાન્ડરની બદલી કરી હતી. સરકારી સૂત્રોએ કહ્યું કે, ગુપ્તચર વિભાગના સંકેતો મુજબ પાકિસ્તાની સૈન્યના કર્નલ રેન્કના અધિકારીની ચીનના સેન્ટ્રલ મિલિટરી કમિશનના જાેઈન્ટ સ્ટાફ વિભાગમાં નિમણૂક કરાઈ છે. આ વિભાગ ચીનના સૈન્યના કોમ્બેટ પ્લાનિંગ, તાલિમ અને વ્યૂહરચના માટે જવાબદાર છે.ભારત સામે લડવા માટે ચીન નીત નવા હથકંડા અપનાવતું રહે છે. હવે ચીનના પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના વેસ્ટર્ન અને સાઉધર્ન થીયેટર કમાન્ડમાં પાકિસ્તાનના કર્નલ રેન્કના અધિકારીની લાયેઝન ઓફિસર તરીકે નિમણૂક કરાઈ હોવાના ગુપ્તચર અહેવાલો છે. ભારત અને ચીન વચ્ચે ગયા વર્ષથી શરૂ થયેલી તંગદિલી યથાવત્ રહી છે. એવામાં ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર સતત ઉંબાડિયા કરતું રહે છે, જેથી પૂર્વીય લદ્દાખમાં વાતાવરણ તણાવપૂર્ણ રહે છે. ગુપ્તચર અહેવાલો મુજબ ભારતનો સામનો કરવા માટે ચીન અને પાકિસ્તાન વચ્ચે થયેલા ઈન્ટેલિજન્સ શૅરિંગ કરારના ભાગરૂપે પીએલએના મુખ્યાલયોમાં પાકિસ્તાની આર્મીના અધિકારીનું પોસ્ટિંગ કરાયું છે.