Delhi

ભારતમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસો, તેને લઈને ભારત સરકાર પણ છે સતર્ક , દરેક એરપોર્ટ પર થઈ રહ્યા છે રેપિડ ટેસ્ટિંગ

નવીદિલ્હી
ચીન સહિત ઘણા દેશોમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. તેવામાં ભારત સરકાર પણ તેને લઈને ખૂબ જ સતર્ક થઈ ગઈ છે. અગમચેતી સ્વરુપે ભારતના દરેક એરપોર્ટ પર વિદેશથી આવનારા યાત્રીઓના રેપિડ ટેસ્ટિંગ શરુ કરી દેવામાં આવ્યા છે. આ ટેસ્ટિંગ દરમિયાન કોરોના પોઝિટિવ કેસો પણ મળી રહ્યા છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૨૪ ડિસેમ્બરથી અત્યાર સુધી ૪૯૮ આંતરરાષ્ટ્રિય ફ્લાઈટ્‌સના યાત્રીઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ દરમિયાન ૧૭૮૦ સેમ્પલ એકઠા કરવામાં આવ્યા છે. તેમાંથી ૩૯ યાત્રી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ દરેક સેમ્પલ્સને જીનોમ સીક્વેન્સિંગ માટે મોકલી દેવામાં આવ્યા છે. કર્ણાટકના બેંગ્લોરમાં ચાર વિદેશી યાત્રી કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા હતા. દેશમાં કોરોનાના કુલ ૧૫૭ કેસ મળી આવ્યા છે. એક્ટિવ કેસ ઘટીને ૩૪૨૧ થઈ ગયા છે. એક દિવસ પહેલા સક્રિય કેસ ૩૪૨૮ હતા. આ સાથે જ દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૩૨ નોંધવામાં આવી જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૦.૧૮ રહ્યો હતો. દેશભરના દરેક હોસ્પિટલમાં કોરોનાનો સામનો કરવા માટે તૈયારીના ભાગરુપે મોક ડ્રિલ કરવામાં આવી હતી. પીએમ મોદીની સલાહ પર દેશભરના હોસ્પિટલોમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રિય સ્વાસ્થ્‌ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે મોક ડ્રિલથી આપણને જાણવામાં મદદ મળશે કે સરકાર ક્યા સ્તરે કાર્ય કરી રહી છે. બિહારના બોધગયામાં ૫ શ્રદ્ધાળુઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. એરપોર્ટ પર ૩૩ વિદેશીઓના ટેસ્ટ કરાયા હતા જેમાથી ૫ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *