Uncategorized

લોકોનાં સહયોગ સાથે આરોગ્ય-પોલીસ રેવન્યુ તંત્રનાં સંકલનથી જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી

જૂનાગઢ
તા.31.3.2020

લોકોનાં સહયોગ સાથે આરોગ્ય-પોલીસ રેવન્યુ તંત્રનાં સંકલનથી જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી

સોરઠનાં આરોગ્ય સેનાનીઓની ફરજ પરસ્તીને સલામ- ડોક્ટરો સાથે ૧૭૦૦ આરોગ્ય કર્મચારીઓ ૨૪ કલાક આપે છે સેવા

જૂનાગઢ જિલ્લાની ૧૫.૨૭ લાખની વસ્તી પૈકી ૧૧.૬૮ લાખની આરોગ્ય તપાસણી પુર્ણ કરાઇ
સંકલન- અર્જૂન પરમાર-નાયબ માહીતી નિયામક જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાની ૧૫.૨૩ લાખની વસ્તી, ૪૫૫૩.૬૭ ચોરસ કિલોમીટર વિસ્તાર, એક કોર્પોરેશન, ૭ નગરપાલિકા અને ૪૯૦ ગામડાઓ ધરાવતો આ જિલ્લો કોરોનાં રોગના વાયરસનાં સંક્રમણને ખાળવામાં આજ પર્યંત સફળ રહ્યો છે. આ સફળતામાં લોકોનો સહયોગ અને લોકજાગૃતિ સાથે આરોગ્ય, પોલીસ અને રેવન્યુ તંત્રનાં સુચારૂ સંકલનની મહત્વની ભૂમિકા રહી છે. લોકડાઉનનો ભંગ કરનાર સામે જિલ્લા પોલીસવડાનાં સ્પષ્ટ નિર્દેશો સાથે પોલીસતંત્રએ કોઇપણની સાડાબારી રાખ્યા વગર દિવસ રાત દોડી કાર્યવાહી કરી છે. આ કડક કાર્યવાહીથી આરોગ્ય વિભાગને કોરોનાને રોકવામાં સહયોગ મળ્યો છે.
જિલ્લા કલેકટરશ્રીનું સ્પષ્ટ માર્ગદર્શન, જિલ્લા વિકાસ અધીકારીશ્રીની કુનેહ સાથે જિલ્લામાં ૩૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,૧૦ સામુહિક આરોગ્ય કેન્દ્રોનાં ૫૦ થી વધુ મેડિકલ ઓફીસર, ૭૫ થી વધુ આયુષ તબીબો, ૫૦૦ થી વધુ વિવિધલક્ષી આરોગ્ય કર્મચારીઓ, ૯૦ થી વધુ ફાર્માસીસ્ટો અને લેબ ટેક્નીશીયનો તેમજ ૯૫૦ થી વધુ ગ્રામ્ય સ્તરે કાર્યરત આશાવર્કર બહેનો એમ કુલ મળીને ૧૭૦૦ જેટલા આરોગ્ય કર્મીઓ દ્વારા કાબીલેદાદ કામગીરી કરવામાં આવી છે. આ કર્મચારીઓ દ્વારા જિલ્લાની ૧૫.૨૭ લાખની વસ્તી પૈકી ૧૧.૬૮ લાખનાં આરોગ્યની તપાસણી પુર્ણ કરી લેવામાં આવી છે. જેમાં ૯૯૫ તાવ,૨૩૪૧ શરદી ઉધરશ વાળા દર્દિઓને સારવાર આપવામાં આવી હતી.તેમજ એક જિલ્લા કક્ષાએ અને ૯ તાલુકાકક્ષાએ કવોરેન્ટાઇન ફેસીલીટી સેન્ટરમાં ૨૭૫ વ્યકિતઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
આરોગ્ય તપાસણીમાં તાવ, શ્વાસ લેવામાં તકલીફ, શરદી-ઊધરસ સહિતનાં લક્ષણોની તપાસ કરવામાં આવે છે. અને ખાસ કરીને બીજા દેશ કે રાજ્યમાંથી કે જિલ્લામાંથી આવતા મુસાફરો અને ૬૦ વર્ષથી વધુ ઊંમરનાં વ્યક્તિઓ અને ડાયાબીટીસ, હ્રદયરોગ,અને કેન્સર જેવી ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરી રાજ્ય સરકાર દ્વારા કાર્યરત TECHO+ મોબાઇલ એપમાં IDSP આઇકોનમાં ઉક્ત તમામ ની સીધી ડેટા એન્ટ્રી કરવામાં આવે છે. જે ૧૧.૬૮ લોકોની લાખની તપાસ પુર્ણ કરવામાં આવી છે. તે પૈકી મુસાફરીની હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિઓ તેમજ ૬૦ વર્ષથી ઉપરના ૧,૪૫,૨૩૪ વ્યકિતઓ, ૫૯૦૪ ીગર્ભા બહેનો,૧૮૩૩૪ ડાયાબીટીશ, બ્લડ પ્રેશર અન્ય કોમ્પલીકેશન વાળા લોકોની મુલાકાત લઇ હેલ્થ ચેક-અપ અને જરૂર જણાયે સારવાર અર્થે આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવે છે.
ઊપરાંત ખાનગી હોસ્પીટલો કે ડોક્ટરો પાસે Sever Acute Respiratory Infection નું દર્દી જણાય તો રાજ્ય સરકારશ્રી દ્વારા ઊપલબ્ધ કરાવેલ dr.Techo મોબાઇલ એપમાં ફરજીયાતપણે રીપોર્ટીંગ કરવા સુચના અપાયેલ છે. જેથી તેની યોગ્ય સારવાર કરવા સાથે આવા દર્દીનું જીવન બચાવી શકાય.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચેતન મહેતા, જિલ્લા એપેડેમિક ઓફીસર ડો. ચંદ્રેશ વ્યાસ સહિત તમામ તાલુકા હેલ્થ ઓફીસરો સવારે ૮-૩૦ કલાક થી ફરજ પર જોડાઇને રાત્રે ઘરે ક્યારે જઇ શકાશે તે બાબતની ચીંતા કર્યા વગર સંકટની આ ઘડીમાં સુપેરે ફરજ બજાવી રહયા છે. ઘરે ગયા પછી પણ સતત ફોન કોલથી માર્ગદર્શન આપતા રહે છે.આ કામગીરીમાં જયેશ આહયા, જાનીભાઇ કે આરોગ્ય શાખાના તમામ કર્મચારીઓ સતત ખડેપગે ફરજો બજાવે છે.
જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ કાર્યરત આરોગ્ય કર્મચારીઓ દિવસ રાત જોયા વગર હાલ ફરજ બજાવી રહ્યા છે. તેમની ફરજ પરસ્તીને સલામ છે. આ આપણાં આરોગ્ય સેનાનીઓ છે. જે કોરોનાનાં ચેપ લાગવાની ભીતીને તિલાંજલી આપી આપણાં માટે કામ કરી રહ્યા છે.

રિપોર્ટ
શ્રેય શાહ
સાથે
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ

IMG-20200331-WA0036-0.jpg IMG-20200331-WA0034-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *