રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિયાળાની ગુલાબી ઠંડીમાં તારીખ 29 12 22 ના રોજ સંસ્થાના ચેરમેન ડો. બંકિમ ના માર્ગદર્શન હેઠળ ભવ્યાતિ ભવ્ય રીતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પ્રેપ સેકસન થી લઈને ધોરણ 12 સુધીના ગુજરાતી મીડીયમ તથા ઇંગ્લીશ મીડીયમ ના 1000 બાળકોએ ખૂબ જ રસ પૂર્વક ભાગ લીધો. સંસ્થાએ એક નવા અભિગમથી આ રમતોત્સવનું આયોજન કર્યું જેમાં બાળકોની સાથે સાથે 500 જેટલા વાલીઓએ પણ જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લઈને પોતાના બાળપણને યાદ કર્યું. સંસ્થાના ચેરમેન ડો. બંકિમ ,ડાયરેક્ટર સતીશ પાટીલ ,આચાર્ય ડોક્ટર રશ્મિન રાવલ દ્વારા વિજેતા વિદ્યાર્થીઓ અને વાલીઓને 600 જેટલા મેડલ એનાયત કરવામાં આવ્યા. સંસ્થાના કોર્ડીનેટર મિત્રો તથા સમગ્ર કર્મચારી મિત્રો દ્વારા અનુશાસિત રીતે રમતોત્સવ ઉજવ્યો. સાથે વિદ્યાર્થીઓએ રમતોત્સવને ખૂબ જ મન મૂકીને માણ્યો હતો.


