પટણા
બિહારમાં રાજદ સહિત છ પક્ષોની મદદથી સરકાર બનાવવા માટે નીતીશકુમારે એનડીએ ગઠબંધન છોડયા બાદ ભાજપ મહાગઠબંધન સરકાર પર નિશાન સાધવાની કોઇ તક છોડી રહી નથી ખાસ કરીને કાયદો વ્યવસ્થાના સવાલ પર.બિહારની વર્તમાન સ્થિતિ પર કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે બિહાર જંગલ રાજ તરફ વધી રહી છે અને તેના માટે મહાગઠબંધનના નેતા જવાબદાર છે.બિહારમાં હત્યા,દુષ્કર્મ,લુંટ સામાન્ય વાત બની ગઇ છે.લોકો બિહારના વર્તમાન શાસકોથી નારાજ છે.લોકો તેમને આગામી ચુંટણીમાં જવાબ આપશે મહાગઠબંધનના નેતાના ૨૦૨૪ની લોકસભા ચુંટણીઓમાં પાંચ બેઠકોની અંદર ભાજપને સમેટાઇ જવાના દાવા પર રાયે કહ્યું કે જે લોકો આ રીતના નિવેદન આપી રહ્યાં છે તેમને ખબર હોવી જાેઇએ કે ભાજપ તેમને આવી સ્થિતિમાં લઇ જશે જયાં તે બીજીવાર ચુંટણી લડવામાં સક્ષમ રહેશે નહીં મહાગઠબંધનના નેતા લાંબા સમય સુધી ભ્રમમાં રહે નહીં.બિહારની જનતા તાકિદે આ ભ્રમને તોડી નાખશે જે લોકો જંગલરાજની વિરૂધ્ધ હતાં તે તેમની સાથે ચાલ્યા ગયા અને બિહારમાં સરકાર ચલાવી રહ્યાં છે. નીતીશકુમારની સમાજ સુધાર યાત્રા પર તેમણે કહ્યું કે નીતીશકુમારે ગત ૧૭ વર્ષથી બિહારમાં શાસન કરી રહ્યાં છે અને તે દરેક વર્ષ યાત્રાઓ કરે છે.આવી યાત્રાઓથી કોઇ ફર્ક પડનાર નથી બિહારની જનતા બધુ જ સમજી રહી છે કે તે કેવી રીતે સરકાર ચલાવી રહ્યાં છે.રાયે એ વાત પર ભાર આપ્યો કે જયારે એનડીએ સત્તામાં હતી ત્યારે બિહાર વિકાસના પથ પર હતું. તેમણે કહ્યું કે જયારે નીતીશકુમાર ભાજપની સાથે હતાં ત્યારે અહીં વિકાસ થઇ રહ્યો હતો માર્ગો અને રેલ લાઇનો બની ગ્રામીણ વિસ્તારોમાં લોકોને ૨૪ કલાક વિજળી આપવામાં આવી આ બધુ ભાજપના કારણે થયું કેન્દ્ર સરકારે બિહારને આગળ વધાર્યુું વિકાસ કાર્યક્રમોમાં સહાયતા આપી બિહારમાં જે પણ વિકાસ થયો છે તે બધો નરેન્દ્ર મોદી સરકારના કારણે થયો છે જયારે અટલ બિહારી બાજપાઇની સરકાર કેન્દ્રમાં હતી ત્યારે બિહારમાં ચાર લેનના માર્ગનું નિર્માણ થયું હતું.


