Gujarat

ભાવનગરમાં પેથોલોજી લેબોરેટરીમાં આ શખ્સ તલવાર સાથે ઘૂસી ગયો, સાધનોની તોડફોડ કરી, એક યુવાનને પણ ઈજા પહોંચાડી

ભાવનગર
ભાવનગર શહેરના કાળીયાબિડ વિસ્તારમાં એક શખ્સની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં પેથોલોજી લેબોરેટરીમાં આ શખ્સ તલવાર સાથે ઘૂસી આવ્યો હતો અને ૧૦ લાખની કિંમતના સાધનોની તોડફોડ કરી હતી. તેમજ એક યુવાનને ઈજા પહોંચાડી લેબોરેટરી ખોલી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી લેબ માલિકે આરોપી વિરુદ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સમગ્ર બનાવ અંગે નિલમબાગ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મંગેળા ગામના વતની અને હાલ કાળીયાબિડમાં રહી પેથોલોજી લેબોરેટરી ધરાવતા ગોપાલ રાણા વાળાએ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કાળીયાબિડમાં જ રહેતા આર બી ઉર્ફે રાજભા ગોહિલ તથા બે અજાણ્યા શખ્સો મળી કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ એવાં મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તા.૨૮ ડીસેમ્બરના રોજ આરોપી રાજભાએ ન્યુ વારાહી લેબોરેટરીમાં તલવાર સાથે ઘૂસી લેબના સાધનોની તોડફોડ કરી હતી. તેમજ લેબમાં કામ કરતાં પરેશ નાગજી કળસરીયાને ઈજા પહોંચાડી ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન સંચાલક ગોપાલ તેના ભાઈ સાથે લેબ બહાર ઉભો હતો. આરોપી રાજભાએ બે અજાણ્યા શખ્સો સાથે મળી તેની પાસે આવી ધમકી આપી હતી કે, જાે લેબોરેટરી ખોલી તો જાનથી મારી નાંખશું. આ શખ્સે લેબના સાધનોની તોડફોડ કરી રૂપિયા ૧૦ લાખની નુકસાની કરી હતી. આ અંગે ગોપાલે રાજભા સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *