Gujarat

મહેસાણામાં પ્રેમસંબંધ બાંધવા સતલાસણાની પરિણીતાનું અપહરણ કરાયું

મહેસાણા
સતલાસણામાં પોતાના ઘરની બહાર ઊભેલી પરિણીતાનું રાત્રે ગાડીમાં અપહરણ કરી જુદી જુદી જગ્યાએ ૪ દિવસ સુધી ફેરવી અને અચાનક આવી ગયેલા યુવકની પત્ની અને ભાઈ-ભાભી સહિતના પરિવારજનોએ પરિણીતાને ગાડીમાં જ માર મારી વાળ કાપી લીધા હોવાની ફરિયાદ સતલાસણા પોલીસ મથકે નોંધાઇ છે. પોલીસે અપહરણ કરનાર યુવક અને તેના પરિવારજનો સહિત ૪ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સતલાસણામાં ભાડાના મકાનમાં પતિ અને બાળકો સાથે રહેતી ૪૩ વર્ષીય પરિણીતા કેટરર્સનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેને ભાલુસણા ગામનો ચૌહાણ ભાવેશસિંહ દલપતસિંહ નામનો પરિણીત યુવક પ્રેમસંબંધ બાંધવા હેરાન પરેશાન કરતો હતો. ૨૨ ડિસેમ્બરે રાત્રે પરિણીતા તેના ઘરની બહાર ઉભી હતી, ત્યારે ગાડી લઈને આવેલા ભાવેશસિંહે બળજબરીપૂર્વક પરિણીતાને ગાડીમાં બેસાડી સતલાસણાથી પાલનપુર અને ત્યાંથી ડીસા, પાટણ, મોઢેરા અને બહુચરાજી થઈ કડીના એક ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. ૨૫ ડિસેમ્બરે કડીથી સાંજે મહુડી ગયા હતા, જ્યાં ગાડીમાં પરિણીતા સૂઇ રહી હતી, ત્યારે ૨૬ ડિસેમ્બરની સવારે અચાનક ભાવેશસિંહના ભાઈ વિક્રમસિંહ અને તેમની પત્ની આનંદબા આવી જતાં ભાવેશસિંહ ત્યાંથી જતો રહ્યો હતો અને ઇકોમાં પરિણીતાને બેસાડી લઈ ગયા હતા. રસ્તામાં વિક્રમસિંહ અને આનંદબાએ પરિણીતાનું માથું પકડી રાખી ભાવેશસિંહની પત્ની ભાવનાબાએ તેણીનાં વાળ કાપી નાખ્યા હતા અને કારમાં જ ત્રણેય જણાએ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પરિણીતાના પતિએ અરજી આપી હોવાથી તેણીને પોલીસ મથકે લાવ્યા હતા. જ્યાં પરિણીતાએ બે વર્ષથી પ્રેમસંબંધ બાંધવા માટે હેરાન કરતા અને અપહરણ કરી જનારા ભાવેશસિંહ સહિત ૪ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહરણ સહિતનો ગુનો નોંધ્યો છે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *