Gujarat

હિંમતનગર-ઇડર બાયપાસ રોડનું ૬૯ કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે

સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-ઇડર બાયપાસ રોડને ૬૯ કરોડના ખર્ચે પહોંળો બનાવવામાં આવશે, જેનું ટેન્ડર પણ મંજુર થઇ ગયું છે. અગામી દિવસોમાં કામ શરૂ થશે જેને લઈને રોડની બંને તરફના ૪૦ દબાણકારોને ૧૫ દિવસમાં દબાણ હટાવવા નોટીસ આપવામાં આવી છે. તો રોડ વચ્ચે સાડા પાચ ફૂટનું આરસીસી ડીવાઈડર પણ બનશે. હિંમતનગરના શહેરમાં ટ્રાફિક વધુ થવાને લઈને શહેરના મોતીપુરાથી ઇડર બાયપાસ માર્ગ બનાવવામાં આવ્યો હતો. પરંતુ વિકાસને લઈને ટ્રાફિક વધુ થવાને લઈને હાથમતી નદી પરનો ૧૪૦ મીટર લાંબો બ્રીજ ફોરલેન બનશે. બ્રીજ પણ ફૂટપાથ સાથેનો બનશે. જેને લઈને વાહનચાલકોને ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળશે. હિંમતનગરના મોતીપુરાથી વીરપુર સુધી ૮.૭ કિમી ચારમાર્ગીય રોડ ૬૯ કરોડના ખર્ચે બનાવવામાં આવે છે. રોડની બંને સાઈડ ૬ કિલોમીટર સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન પણ બનશે, જેના પર ફૂટપાથ પણ બનશે. રોડ પર ભરાતું વરસાદી પાણી ડ્રેનેજમાં થઇ નીકળી જશે. તો ચારમાર્ગીય રોડ પર ટોલ પ્લાઝા પાસે શૌચાલયનું પણ નિર્માણ કરવામાં આવશે. આગામી એકથી દોઢ વર્ષમાં ચારમાર્ગીય રોડ બની જશે. આ ૬૯ કરોડના ચારમાર્ગીય રોડ જેમાં અંદાજીત ૧૫ કરોડનો ૧૪૦ મીટરનો ફૂટપાથ સાથેનો બ્રીજ પર તૈયાર કરાશે. હિંમતનગર-ઇડર ૮.૭ કિમીના બાયપાસ માર્ગને રૂ.૬૯ કરોડના ખર્ચે ચાર માર્ગીય બનવાનો છે. જેને લઈને ટેન્ડરીગ પણ થઇ ગયું છે અને કોન્ટ્રાકટ પણ આપી દેવાયો છે. ત્યારે ૮.૭ કિમી રોડના બંને તરફ આવતા કાચા અને પાકા ૪૦ દબાણકારોને ૧૫ દિવસમાં દબાણ હટાવવા માટે નોટીસ આપી દેવામાં આવી છે. આ અંગે જીએસઆરડીસીના અધિકારી આર.કે.પટેલે જણાવ્યું હતું કે, હિંમતનગરથી ઇડર બાયપાસ રોડ હવે ચાર માર્ગીય રોડ બનવાનો શરૂ થશે. તેને લઈને રોડની બંને સાઈડે આવતા ૪૦ દબાણકારોને નોટીસ આપવામાં આવી છે. તો રોડના સેન્ટરમાં સાડા પાચ ફૂટ ઊંચું આરસીસી ડીવાઈડર બનશે. તેમજ ટોલ પ્લાઝા અને આરટીઓ ચાર રસ્તે રોડની મધ્યમાં બે હાઈ માસ્ટ લાઈટ લાગશે અને ત્રીજી મોતીપુરાથી બ્રીજ સુધીના વિસ્તારમાં લાઈટ લાગશે.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *